ખુશમિજાજ કેટરિના કૈફ લીલા રંગની સાડી પહેરી ઠુમકા લગાવી રહી છે. તો લગ્નમાં હાજર અમિતાભ બચ્ચન પણ સોનેરી બોર્ડરવાળા સફેદ શર્ટ અને ધોતિયામાં કેટરિના સાથે તાલ મિલાવી રહ્યા છે. તો જયા બચ્ચન પણ લાલ બોર્ડરવાળી ડીપ યલો બ્રાઉન સાડીમાં પ્રભાવશાળી લાગે છે. તો બીજા ફોટામાં વિદાય લઈ રહેલી કેટરિના પિંક કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળે છે તો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન રૉયલ લૂકમાં દેખાય છે.

હકીકતમાં આ લગ્નપ્રસંગની ઉજવણી એક જાહેરાતના શૂટિંગ માટે થઈ રહી હતી. અમિતાભ અને જયા સાથેના કેટરિનાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં પુષ્કળ વાયરલ થઈ રહ્યા છે.
અમિતાભે પણ તેમના ટ્વીટર અકાઉન્ટ પર ફોટો અપલોડ કર્યા છે જેમાં સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન, પ્રભુ અને શિવરાજ કુમાર પણ દેખાય છે.