મધર્સ ડે નિમિત્તે અલકા યાજ્ઞિકે લાઇવ પર્ફોર્મ કર્યું

ગો સેલેબ ડૉટ કૉમ દ્વારા મધર્સ ડે નિમિત્તે અલકા યાજ્ઞિકની લાઇવ કોન્સર્ટનું આયોજન કર્યું હતું. અલકા યાજ્ઞિકના લાઇવ પર્ફોર્મન્સનો આનંદ ત્રણ હજારથી વધુ શ્રોતાઓએ માણ્યો હતો. તો એન્કરિંગ કરી રહેલા સ્ટેન્ડ અપ કૉમેડિયન અશોક મિશ્રાએ લોકોને એની ખાસ એન્કરિંગથી ખુશ કરી દીધા હતા. બે કલાક ચાલેલી ઇવેન્ટમાં શ્રોતાઓ અલકાના ગીત સાથે મન ભરી ઝૂમ્યા હતા.

ઇવેન્ટ બાદ ગો સેલેબના વિનોદ ધાકરેએ જણાવ્યું કે, આ મહિનામાં તેઓ ગુજરાતના સુરતસ વડોદરા, રાજકોટ અને અમદાવાદ ખાતે લક્ષ્મીકાંત પ્યારેલાલ નાઇટનું આયોજન કરી રહ્યા છે.

 

Exit mobile version