દેશભરમાં કોરોના મહામારીને પગલે અમલમાં મુકાયેલા લૉકડાઉન દરમ્યાન સ્ટુડિયોમાં જઈ શૂટિંગ કરનાર અક્ષય કુમાર ભારતનો પહેલો અભિનેતા બન્યો છે. વાંચીને તમને નવાઈ લાગશે કે હજુ સુધી શૂટિંગ કરવાની કોઈને પરવાનગી મળી નથી તો અક્ષયકુમાર અને આર. બાલ્કીએ જાહેરાતનું શૂટિંગ કેવી રીતે કર્યું? તો આપને જણાવી દઇએ કે દિગ્દર્શકે બૉલિવુડના સ્ટાર અક્ષય કુમાર સાથે એક જાહેરાતનું શૂટિંગ મુંબઈના કમાલિસ્તાન સ્ટુડિયોમાં કર્યું હતું. આ જાહેરખબર કોઈ પ્રોડક્ટ માટેની નહોતી પણ કેન્દ્ર સરકારના જાગૃતિ અભિયાન માટેની હતી. તમામ પ્રકારની પરવાનગી લીધા બાદ શૂટિંગ કરવામાં આવ્યું હતું.
શૂટિંગનો જે વિડિયો આવ્યો છે એમાં દેખાય છે કે સેટ પર આવનાર દરેક વ્યક્તિને સેનેટાઇઝ કરાયા બાદ તેમને માસ્ક આપવામાં આવે છે. ઉપરાંત સેટ પર પણ બધા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રહ્યા છે.