પૂજા હેગડે માટે સનકી બનશે અહાન શેટ્ટી

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ સનકી વેલેન્ટાઇન ડેના રિલીઝ થશે

મિલન લુથરિયાની 2021માં આવેલી ફિલ્મ તડપથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ ત્રણ વરસ બાદ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ સનકી સાઇન કરી છે. આ રોમાન્ટિક ઍક્શન ડ્રામામાં અહાન સાથે પૂજા હેગડે જોવા મળશે.

સનકીની વાર્તા વિશે ખાસ જાણકારી આપવામાં આવી નથી પણ એવું કહેવાય છે કે ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત વિદેશમાં પણ કરવામાં આવશે. લાંબા અરસાથી સાજિદ નડિયાદવાલા આ ફિલ્મ બનાવવા માંગતા હતા. સાજિદ નડિયાદવાલાએ સનકીના કલાકારોની સાથે રિલીઝની તારીખની પણ જાહેરાત કરી છે. ફિલ્મ આવતા વરસે વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરી, 2025ના રિલીઝ થશે. નડિયાદવાલા ગ્રૅન્ડસનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે, વેલેન્ટાઇન ડે પર સનકી સિનેમાઘરો પર કબજો કરવાની રાહ પર છે. ફિલ્મના દિગ્દર્શક છે અદનાન શેખ અને યાસિર જાહ. તો સનકીની વાર્તા લખી છે રજત અરોરાએ.

ત્રણ વરસ પહેલાં રિલીઝ થયેલી તડપમાં અહાન શેટ્ટીની હીરોઇન હતી તારા સુતરિયા. હવે સનકીમાં એ સલમાન ખાનની હીરોઇન પૂજા હેગડે સાથે સ્રીન શેર કરશે. આવતા વરસે રિલીઝ થનારી ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Exit mobile version