સેક્સ ચેન્જ ઓપરેશન પર આધારિત વેબ સિરીઝમાં અદા શર્મા ભજવશે યુવક-યુવતીનું પાત્ર

વેબ સિરીઝ પતિ પત્ની ઔર પંગા નામની આગામી વેબ સિરીઝમાં અદા શર્મા એક એવું પાત્ર ભજવી રહી છે જેની કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હોય. અદાના કહેવા મુજબ સિરીઝની વાર્તા ઘણી સેન્સિટિવ હોવા છતાં એને આશા છે કે આ સિરીઝ કિન્નર પ્રત્યેના લોકોના અભિગમને બદલવામાં સહાયરૂપ બનશે.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સિરીઝ એક એવા યુગલની વાત છે જે એકબીજાને અનહદ પ્રેમ કરે છે. પરંતુ વાર્તામાં ત્યારે ટ્વીસ્ટ આવે છે જ્યારે છોકરાને જાણ થાય છે કે એણે જે યુવતી સાથે લગ્ન કર્યા છે એ સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવી યુવતી બની છે. અદા શર્માએ સિરીઝમાં યુવક અને સેક્સ ચેન્જના ઓપરેશન બાદ યુવતીનું પાત્ર ભજવ્યું છે.

અદા શર્માએ ક્યુટ છોકરીથી લઈ કમાન્ડો સુધીની વિવિધ ભૂમિકાઓ ભજવી છે. હવે પતિ પત્ની ઔર પંગા ઘણો બૉલ્ડ કન્સેપ્ટ છે અને આવી ભૂમિકા હજુ સુધી કોઇએ કરી નથી. આ સિરીઝ ઉપરાંત અદા શર્માએ એની ફિલ્મ કમાન્ડોની ચોથી ફ્રેન્ચાઇઝીની પણ તૈયારી શરૂ કરી દીધી છે.

Exit mobile version