આદિલ ખાને લગ્ન કર્યાનું નકારી દેતા હૃદયભગ્ન રાખી સાવંતે કહ્યું, હું ગર્ભવતિ છું

બૉયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે મુસ્લિમ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યાં છે

રાખી સાવંત યેનકેન પ્રકારેણ ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક સિક્રેટ પતિની ચર્ચા ચાલતી હોય તો ક્યારેક એની પ્રેગ્નન્સીની. હાલ રાખી સાવંત ચર્ચામાં છે એના સિક્રેટ મેરેજને કારણે. રાખી સાવંતે દાવો કર્યો હતો કે એણે એના બૉયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે મુસ્લિમ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યાં છે. જ્યારે આદિલ સ્પષ્ટપણે આ વાત નકારી દે છે.

આદિલે લગ્નની વાત નકાર્યા બાદ રાખી સાવંતે જણાવ્યું કે આદિલ કેમ લગ્નની વાત નકારે છે એ ખબર નથી. અમે મુસ્લિમ વિધિ ઉપરાંત કોર્ટ મેરેજ પણ કર્યાં છે. એક ઇન્ટરવ્યુમાં રાખીએ જણાવ્યું કે, આદિલે મને એની બહેનનાં લગ્ન ન થાય ત્યાં સુધી તેમનાં લગ્નની વાત એક વરસ જાહેર ન કરવા વિનંતી કરી હતી. એની વાત પર ભરોસો મુકી હું બિગ બૉસ મરાઠી સીઝન-૪માં ગઈ. હું જ્યારે બિગ બૉસના ઘરમાં હતી ત્યારે બહાર અનેક ઘટનાઓ બની જે મારી લિમિટની બહારની હતી. એટલે મેં સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા શેર કર્યા. હું ગભરાયેલી હતી. એ મને ઘણો પ્રેમ કરતો હોવા છતાં લગ્નની વાત કેમ નકારી રહ્યો છે? મને પૂરી ખાતરી છે કે એના પરિવારનું પ્રેશર હશે.

રાખી સાવંતે કહ્યું કે એનાં લગ્ન હલાલા (લીગલ) રીત થયા છે. રાખીએ કહ્યું, ઘણા હરામ (ગેરકાયદે) કરતા હોય છે પણ મેં હલાલા કર્યું છે. મેં મુસ્લિમ ધર્મ પણ અંગિકાર કર્યો છે અને કલમા પણ પઢ્યા છે. અભિનેત્રીનું કહેવું છે કે આદિલ એની સાથે વાત પણ નથી કરતો. તમે એને પૂછી શકો છો કે એ મારી સાથે કેમ વાત કરતો નથી. મને ખબર નથી મારી સાથે જ કેમ આવું થાય છે. એક બાજુ મારી માતા બ્રેઇન કેન્સરને કારણે હોસ્પિટલમાં છે અને તેમની મને ઘણી ચિંતા થાય છે.

એ સાથે રાખીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે એ ચાર મહિનાની ગર્ભવતિ છે. જો આદિલ મને છોડીને જતો રહેશે તો પણ હું બાળકને જન્મ આપીશ એમ રાખીએ અંતમાં જણાવ્યું હતું.

તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે શુભ સમાચાર આપ્યા ત્યારે રાખીએ બંનેને શુભેચ્છા આપી હતી. ત્યાર બાદ વાયરલ થયેલા વિડિયોએ મીડિયામાં ઉહાપોહ મચાવી દીધો હતો. એમાં રાખી એની પ્રેગ્નન્સીની વાત કરતી નજરે પડે છે. એટલું જ નહીં, એનું માનવું છે કે એ એક મસીહાને જન્મ આપશે.

Exit mobile version