બોમન ઇરાનીએ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યા બાદ આ પ્રતિભાશાળી અભિનેતાએ તેમના ક્રિએટિવ વેન્ચર સ્પાયરલ બાઉન્ડને પણ બે વરસ અગાઉ લૉન્ચ કર્યું હતું. સ્પાયરલ બાઉન્ડ એક ઑનલાઇન સ્ક્રીન પ્લે રાઇટિંગ વર્કશોપ છે. કોવિડ-19 મહામારી દરમિયાન બોમન ઇરાનીએ આ અનોખી વર્કશોપની શરૂઆત કરી હતી જેમાં લખવામાં રસ ધરાવનારાઓને સ્ક્રીનપ્લે કેવી રીતે લખી શકાય એની જાણકારી ઠનલાઇન આપવામાં આવે છે.
આ ક્રિએટિવ વર્કશોપે બે વરસ પૂરા કર્યા. અત્યાર સુધીમાં એના 490 સેશન પૂરા થયા છે. આ ભવ્ય સફળતાની ઉજવણી કરવા બોમન ઇરાની અને 175થી વધુ સ્પાયરલ બાઉન્ડર્સ વરલી ખાતે એકત્રિત થયા હતા. અહીં તેમણે રામ માધવાની અને અનુપમ ખેરની ઉપસ્થિતિમાં તેમની ખૂબસૂરત યાત્રાની જાણકારી આપી હતી.
આ પ્રસંગે બોમન ઇરાનીએ કહ્યું કે, અમે અમારા પ્રતિભાશાળી લેખકો સાથે જેઓ અમારા પરિવાર જેવા છે તેમની સાથે બે વરસની અદભુત યાત્રાની ઉજવણી કરી અને ભરપુર મોજ માણી. મને ગર્વ છે કે આમાંથી મોટાભાગનાએ સેશનમાં ભાગ લીધો. તેમની વાર્તાઓ અને તેમના અનુભવ સાંભળી મને પણ ઘણું શીખવા મળ્યું. મને એવું લાગ્યું કે અમે કોઈ સમારંભમાં નહીં પણ લેખકોનો ઉત્સવ મનાવી રહ્યા છીએ.
2022માં બોમન ઇરાનીની એક સે બઢકર એક ફિલ્મો આવી રહી છે. જેમાં જયેશભાઈ જોરદાર, રનવે 34, ઊંચાઈ તથા અલી અબ્બાસ ઝફરની ડિટેક્ટિવ શેરદિલ.