મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ હશે
અમિતાભ બચ્ચન અને ગોવિંદા અભિનીત સુપર હિટ ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની સિક્વલની આવતી કાલે (રવિવારે) જાહેરાત થઈ શકે છે એમ વિશ્વાસપાત્ર સૂત્રએ જણાવ્યું હતું. આ અંગેની અધિકૃત જાહેરાત કાલે ૧૨.૩૦ વાગ્યે કરવામાં આવશે એમ સૂત્રએ જાણકારી આપતા કહ્યું.

સિક્વલમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ જોવા મળશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણકાર અમર સોલંકી – ડેનીએ જાણકારી આપ્યા મુજબ એક્શન થ્રીલર ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર કરે એવી શક્યતા છે.
ફિલ્મના અન્ય કલાકારો અને કસબીઓની જાણકારી મળી શકી નથી.
આ અગાઉ ૧૯૯૮માં ડેવિડ ધવને અમિતાભ બચ્ચન અને ગોવિંદને લઈ છોટે મિયાં બડે મિયાં બનાવી હતી. ફિલ્મના અન્ય કલાકારો હતાં રમ્યા, રવિના ટંડન, પરેશ રાવલ, અનુપમ ખેર, સતીશ કૌશિક અને શરત સક્સેના.
ડેવિડ ધવનની આ ફિલ્મ સુપર હિટ પુરવાર થઈ હતી.