નવદંપતીએ રીટર્ન ગિફ્ટમાં શુદ્ધ દેશી ઘીના લાડવા મોકલ્યા
વિકી અને કેટરીનાનાં લગ્નની ઉજવણી ધામધૂમથી થયાં બાદ વરઘોડિયાએ તમામ મહેમાનોને રીટર્ન ગીફ્ટમાં દેશી ઘીમાં બનાવેલા લાડુ આકર્ષક પકિંગમાં મોકલ્યા છે.
બોલિવૂડ સેલેબ્સને મોકલેલી રીટર્ન ગિફ્ટ કંગના રનૌતને પણ મોકલી છે. જેનો ફોટો કંગનાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કંગનાએ એના ઑફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર વિકી અને કેટે મોકલેલી ગીફ્ટનો ફોટો શેર કર્યો છે. જેમાં ગીફ્ટની સાથે આકર્ષક ફૂલો પણ દેખાય છે. ફોટો સાથે કંગનાએ લખ્યું હતું કે આ ગિફ્ટ કેટરિના અને વિકીએ મોકલાવી છે. જેમાં દેશી ઘીના લાડુ પણ છે.
કંગનાએ રીટર્ન ગિફ્ટ મોકલવા માટે વિકી અને કેટનો આભાર માનવાની સાથે લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.