ફિલ્મમાં અધ્યયન સુમન અને શેરનવાઝ જીજીના અભિનીત ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે
નસીરુદ્દીન શાહ અને અધ્યયન સુમને તાજેતરમાં તેમની આગામી ફિલ્મ રણછોડનું ટીઝર રિલીઝ કર્યું હતું.
એડવેન્ચર-ડ્રામા ફિલ્મના ટીઝરમાં નસીરુદ્દીન શાહના ઘૂંટાયેલા અવાજમાં ફિલ્મનો એક આઇકોનિક ડાયલોગ સાંભળવા મળે છે.
અધ્યયન સુમન અને શેરનવાઝ જીજીના અભિનીત ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
રણછોડ એક યુવા અને પ્રતિભાશાળી વ્યક્તિની મહત્વાકાંક્ષાઓની વાત છે, જે એના પરિવારને દેવાથી ઉગારવા ઉતાર ચઢાવવાળી યાત્રાએ નીકળી પડે છે.
ફિલ્મ અંગે જણાવતા નસીર કહે છે, રણછોડ એક દિલચસ્પ વાર્તા છે અને મેં જ્યારે એની સ્ક્રિપ્ટનો પહેલો સીન વાચવાની સાથે મારી ઉત્સુકતા વધાઈ ગઈ.
બલરાજ ઈરાની (અરુણા ઈરાનીના ભાઈ) અને બુકેલિયા એન્ટરટેઇન્મેન્ટસની સાથે યુવા કલાકારો અધ્યયન સુમન અને શેરનાવાઝ કામ કરવાની મોજ પડશે.
અધ્યયન સુમનનું કહેવું છે કે રણછોડ મારી કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. નસીરુદ્દીન શાહ જેવા કલાકાર સાથે કામ કરવાનું દરેક અભિનેતાનું સપનું હોય છે. અને હું તેમની સાથે કામ કરી રહ્યો છું એ મારું સદભાગ્ય છે.
તો ફિલ્મની અભિનેત્રી શેરનવાઝ જીજીના કહે છે, આવી રચનાત્મક ટીમ સાથે કામ કરવાનો અનુભવ મજેદાર રહેશે.
નિર્માતા બલરાજ ઈરાનીએ તેમની આગામી ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે દિગ્દર્શક રાહુલ એસ. કર્જની સાથે અમે એક મજેદાર ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે દર્શકોને ફિલ્મ પસંદ પડશે.