કંગના રનૌત બાયોપિક અને પિરિયડ ફિલ્મોના નિર્માતાઓની માનીતી હિરોઈન હોય એવું લાગી રહ્યું છે. મણીકર્ણિકા, થલાઈવા, તેજસ જેવી ફિલ્મોની અભિનેત્રી કંગના હવે સીતા બનવાની છે. દિગ્દર્શક અલૌકિક દેસાઈએ ફિલ્મની જાહેરાત કરતા કહ્યું કે, રીઇન્કાર્નેશન ઑફ સીતામાં કંગનાને સીતા તરીકે રજૂ કરતાં આનંદ અનુભવી રહ્યો છું. હ્યુમન બીઇંગ સ્ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં બની રહેલી ફિલ્મનાં ગીતો અને સંવાદ મનોજ મુંતશિરના છે.