સલમાન ખાનની કરિયરની જ્યાંથી શરુઆત થઈ એ બાન્દ્રાના બેન્ડ સ્ટેન્ડ ખાતે આવેલા ગેલેક્ષી અપાર્ટમેન્ટના ગાર્ડનમાં સલમાન ખાને ફિલ્મી ઍક્શન સાથે શુક્રવારની મનોવ્યથા, સગાંવાદ, લવ એટ ફર્સ્ટ સાઇટ જેવા અનેક મુદ્દે નિખાલસતાથી વાત કરી હતી.
લવ યાત્રીના પ્રમોશન દરમ્યાન આયુષ શર્માએ બોલિવુડની જર્ની જ્યાંથી શરુ કરી એ ગેલેક્ષી અપાર્ટમેન્ટને ઇન્સ્ટિટ્યુટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ જણાવી રહ્યો છે. આ ઇન્સ્ટિટ્યુટમાંથી અમુક સારા-નરસા ગ્રેજ્યુએટ્સ બહાર પડ્યા છે… કોણ સારૂં છે અને કોણ ખરાબ?
મારા હિસાબે અહીં જે કોઈ આવ્યું છે એમણે પોતાના માટે કંઇક સારૂં જ કર્યું છે. આમ છતાં દરેક પોતાનું નસીબ લઈને આવે છે. મારા હિસાબે અહીં જે કોઈ આવ્યું છે એમણે પોતાના માટે કંઇક સારૂં જ કર્યું છે. આમ છતાં દરેક પોતાનું નસીબ લઈને આવે છે. મેં જ્યારે કરિયરની શરૂઆત કરી, ત્યારે મેં મૈંને પ્યાર કિયા કરી, મારી ફિલ્મે સારો ધંધો કર્યો. દરેકને મોટા સ્ટાર બનવું છે. પણ કોઇને સફળતા મળે છે કોઇને નહીં. સોહેલ અને અરબાઝ ખાનને ફિલ્મો મળી. એ સાથે તેઓ તેમના પ્રોડકશન હાઉસ પણ સારો બિઝનેસ કરી રહ્યા છે.
જે કોઈ તમારી પાસે આવે છે તેમને કેવી સલાહ આપો છો?
હું તેમને કહું છું, તમારે જે કરવું હોય એ કરો. પરંતુ કોઈ રમત રમતા નહીં. સમજ્યા વગર ક્યાંય કુદકો મારતા નહીં. કામ નથી તો વાંધો નહીં પણ જે કામ કરો એ ક્વૉલિટીવાળું કરો. અન્યથા રોજ કામ કરતા હશો તોય પાછળથી તમને કોઈ કામ નહીં આપે. તમને સારી ઑફર આવે ત્યાં સુધી રાહ જુઓ. એક દિવસ નક્કી એવું બનશે. આજની તારીખે તો તમે વેબ, ટીવી અને અલગ પ્રકારની ફિલ્મો કરી શકો છો. લોકોને માત્ર એક-બે મોકા નથી મળતા સતત કામ મળતું રહે છે.
તમારી પહેલી ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ ત્યારે તમારા પેટમાં પતંગિયા ઉડતા હતા?
મને યાદ છે મારો મિત્ર રાજીવ (જેને હું મિથુન કહી બોલાવતો કારણ એનો લૂક મિથુન ચક્રવર્તી જેવો હતો) બાઇક પર મિનર્વા થિયેટર ગયા. મને બરોબર યાદ છે કે અમે ફિલ્મ શરૂ થયા બાદ થિયેટર પહોંચ્યા હતા. પરંતુ ઇન્ટરવલમાં કોઈ મને ઓળખી ગયું. અમે બાઇક જ્યાં પાર્ક કરી હતી ત્યાં ભાગ્યા. મારો મિત્ર ખરેખર ખુશ થયો. એ મારા માટે સૌથી આનંદભરી ક્ષણો હતી. અમે ત્યાંથી સત્યમ શિવમ સુંદરમ થિયેટર પહોંચ્યા જ્યાં ડેવિડ ધવનની સની દેઓલ સ્ટારર ફિલ્મ આગ કા ગોલા ચાલી રહી હતી. તમને નવાઈ લાગશે કે એક વખત હું ડેવિડ ધવન પાસે કામ માટે ગયો હતો કારણ, તેમણે મારા ડૅડ સાથે કામ કર્યું હતું. એ સમયે મારો અકસ્માત થયો હોવાથી આંખ પાસે ચીરો પડ્યો હતો અને હાથ પણ ભાંગ્યો હતો. હું ગયો તો ડેવિડને મારાથી ડર લાગ્યો. એણે મને કહ્યું કે એ પોતે બેકાર હોવાથી કામ આપી શકે એમ નથી. જોકે હું નસીબદાર છું કે મારી ફ્લૉપ ફિલ્મ પણ સો કરોડથી વધુનો બિઝનેસ કરે છે.
આયુષે એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે મારી મહેનતના ફળસ્વરૂપ બહારના બૅનરની ફિલ્મ મળી હશે તો પણ લોકો કહેશે કે સલમાનને કારણે ફિલ્મ મળી છે. આ ફિલ્મી પરિવાર માટે નકારાત્મક ન કહેવાય?
એટલા માટે જ હું આયુષને પ્રમોટ નથી કરતો. કદાચ એવું બની શકે કે મારી બહેન એમ વિચારે કે મને આયુષ પસંદ નથી એટલે એને સપોર્ટ નથી કરતો. મેં જ્યારે સૂરજ પંચોલી સાથે હીરો કરી ત્યારે મેં માત્ર એક પ્રમોશનલ સૉંગ કર્યું હતું. જાકે આને કારણે પબ્લિક થિયેટર સુધી આવતી નથી. આ પ્રકારનો કેમિયો ફિલ્મના આકર્ષણમાં ઉમેરો કરે છે એટલું જ. જોકે આને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો એક બીજાની નજીક આવે છે એ સારી વાત છે.
તમારા બનેવી આયુષને લૉન્ચ કર્યો છે તો નેપોટિઝમનો પ્રશ્ન ચગશે જ…
મને ખબર છે કે નેપોટિઝમનો પ્રશ્ન ફરી એરણે આવશે. પણ આયુષ એક રાજકારણીનો પુત્ર છે તો એમાં સગાંવાદ ક્યાંથી આવ્યો? ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ઑડિયન્સના હાથમાં છે, કોને તારવો અને કોને મારવો એ તેઓ નક્કી કરે છે. તેમને કોનો પુત્ર છે કે બનેવી એની સાથે કોઈ નિસ્બત નથી. હું એક લેખકનો પુત્ર છું તો અજય દેવગણ ઍક્શન ડિરેક્ટરનો પુત્ર. અહીં તો ઑડિયન્સ જ નક્કી કરે છે કે કોને ટોચે પહોંચાડવો છે કે નહીં. દર્શકરાજ્જાને શું પસંદ પડશે એ કહી શકાય નહીં.