ઑનલાઇન યોજાશે છઠ્ઠો લોનાવાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા 2021

ત્રણ વીકઍન્ડ ચાલનારા આ ફેસ્ટિવલમાં જાણીતા ફિલ્મકાર શક્તિ સામંતાને વિશેષ આદરાંજલિ આપવામાં આવશે અને તેમની કેટલીક યાદગાર ફિલ્મો પ્રદર્શિત કરાશે

છઠ્ઠા લોનાવાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (એલએફએફઆઈ) 2021નું આયોજન 24-26 સપ્ટે, 1-3 ઑક્ટોઅને 8-10 ઑક્ટો, 2021ના રોજ સાંજે છ વાગ્યાથી ઑનલાઈન કરાયું છે. ત્રણ વીક ઍન્ડ ચાલનારા આ ફેસ્ટિવલમાં જાણીતા ફિલ્મકાર શક્તિ સામંતાને વિશેષ આદરાંજલિ આપવામાં આવશે અને તેમની કેટલીક યાદગાર ફિલ્મો પ્રદર્શિત કરાશે. ફેસ્ટિવલના ડિરેક્ટર માધવ તોડી અને ક્યુરેટર વિવેક વાસવાની તથા અગ્રણી ફિલ્મી હસ્તીઓ ફિલ્મના પ્રદર્શન પૂર્વેની ચર્ચામાં સહભાગી થઈ આ ફિલ્મો શા માટે ક્લાસિક ગણવામાં આવે છે તેના કારણો અંગે વાતચીત કરશે. તેમાં આશિમ સામંતા, સંદીપ સોપારકર, પૂજા દેસાઈ, બ્રહ્માનંદ સિંહ, જ્યોતિન ગોયલ, તુષાર ભાટિયા, દિવ્યા સોલગામા તથા અન્યોનો સમાવેશ થાય છે. રોજ એક ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવશે અને ફેસ્ટિવલના ગાળા દરમિયાન કુલ નવ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. ફેસ્ટિવલની ઑપનિંગ અને ક્લૉઝિંગ ફિલ્મો અનુક્રમે એન ઈવનિંગ ઈન પૅરિસ અને પંચમ અનપ્લગ્ડ હશે.

દર્શકો પ્લૅક્સિગો ઍપની આ લિન્ક www.onelink.to/Plexigowww.onelink.to/Plexigo પરથી ઍપ ડાઉનલૉડ કરી પોતાના ઘરના આરામદાયક વાતાવરણ વચ્ચે આ ફિલ્મો નિઃશુલ્ક જોઈ શકશે. ફિલ્મો અને ફેસ્ટિવલ અંગેની વધુ વિગતો વેબસાઈટ: www.liffi.in, ફેસબૂક: https://www.facebook.com/LIFFIIndia/ અને ઈન્સ્ટાગ્રામ: @liffi_india પરથી પણ મળી શકશે. ગયા વર્ષે, ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિ પણ વૈશ્વિક મહામારીને કારણે ઑનલાઈન યોજાઈ હતી, તેને પણ દમદાર પ્રતિસાદ મળ્યો હતો અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં લોકોએ તેમાં હાજરી આપી હતી તથા ફિલ્મો જોઈ હતી.

ફેસ્ટિવલની એ પૂર્વેની ચાર આવૃત્તિઓ દર વર્ષે લોનાવાલાના રમણિય ટ્રાયોસે પ્લાઝા, રાયવુડ્સ, આઈએનએસ શિવાજી રોડ ખાતે લાઈવ યોજાઈ હતી તથા અનેક ફિલ્મી હસ્તીઓએ તેમાં હાજરી આપી હતી.

શક્તિ સામંતાને આંદરાંજલિના ભાગરૂપે, ફેસ્ટિવલનો પ્રથમ વીક ઍન્ડ શમ્મી કપૂર સ્પેશિયલ હશે અને તેમની સદાબહાર ફિલ્મોઃ એન ઈવનિંગ ઈન પૅરિસ, કશ્મીર કી કલી અનેચાઈના ટાઉન દેખાડવામાં આવશે. બીજા સપ્તાહાંતમાં તમને રાજેશ ખન્નાના રૉમેન્ટિક પ્રવાસ પર લઈ જશે અને તેમની સોનાની ખાણ સમી ફિલ્મો જેમકેઃ આરાધના, કટી પતંગ અને અમર પ્રેમ રજૂ કરવામાં આવશે. તો ત્રીજું વીક ઍન્ડમાં વિવિધ પ્રકારની ફિલ્મોનું મિશ્રણ હશે અને તેમાં રજૂ કરાશેઃ બરસાત કી એક રાત, અમાનુષ અને પંચમ અનપ્લગ્ડ. દરેક ફિલ્મ પહેલા ફિલ્મ વિશે પૅનલના સભ્યો દ્વારા પૅનલ ચર્ચા યોજાશે.

એલઆઈએફએફઆઈના ફેસ્ટિવલ ડિરેક્ટર માધવ તોડી જણાવે છે, ગયા વર્ષે અમે વૈશ્વિક મહામારીને અમારા મિજાજને તોડવા દીધો નહીં અને ફેસ્ટિવલનું આયોજન ઑનલાઈન કર્યું હતું. આ આયોજનને મળેલા અદભુત પ્રતિસાદથી અમારો નિશ્ચય વધુ દૃઢ બન્યો છે અને આથી અમે આ વર્ષે પણ આ ફેસ્ટિવલનું ઑનલાઈન આયોજન કરી રહ્યા છીએ. રસપ્રદ ફિલ્મો અને નિષ્ણાતો સાથે સહભાગી થઈ શકાય એવી પૅનલ ચર્ચાઓના માધ્યમથી ભારતના લોકોનું મનોરંજન કરવાની સાથે તેમને શિક્ષિત પણ કરવાના અમારા પ્રયાસને અમે આગળ વધારવા માગીએ છીએ. વૈશ્વિક મહામારીને કારણે, અમે આ વર્ષે પણ પ્રત્યક્ષ ફેસ્ટિવલનું આયોજન કરી શકીએ એમ નથી, આથી અમે એવી રસપ્રદ ફિલ્મોની પસંદગી કરી છે, જે સૌ કોઈ પોતાના ઘરના આરામદાયક વાતાવરણ વચ્ચે પરિવાર સાથે માણી શકે.

આ પૂર્વેની ફેસ્ટિવલની ચાર લાઈવ આવૃત્તિઓ ખૂબજ સફળ રહી હતી. ભારતીય સિનેમા ઉદ્યોગના અનેક માનવંતા કલાકારો અને ફિલ્મકારો જેમ કે શ્યામ બેનેગલ, નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, કેતન મહેતા, ગોવિંદ નિહલાની, સુધીર મિશ્રા, દીપા શાહી, રજીત કપૂર, મુકેશ ખન્ના, કંવલજીત સિંહ તથા અન્યોએ આ ફેસ્ટિવલની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. અનેક મિડિયા સ્કૂલના વિદ્યાર્થીઓ (મુંબઈ અને પુણે સહિતના) તથા ફિલ્મ રસિયાઓને ફિલ્મી હસ્તીઓ સાથે મળી માસ્ટર ક્લાસીસ તથા વર્કશોપ્સમાં હાજર રહેવાથી ફાયદો થયો હતો, આવા આયોજનોમાં સહભાગી થનારાઓમાં રિન્કી ભટ્ટાચાર્ય, મયંક શેખર, જૉયસેન ગુપ્તા, તુષાર ભાટિયા, સંદીપ સોપારકર ઉપરાંત અનંત મહાદેવન અને વિવેક વાસવાની જેવાં કેટલાંક નામોનો સમાવેશ થાય છે.

Exit mobile version