બૉલિવુડમાં હાલ ગ્રામીણ વિસ્તારનું કથાનક ધરાવતી હોય એવી ફિલ્મોની બોલબાલા છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાની પૃષ્ઠભૂમિ પર ઝીરો, બધાઈ હો, સ્ત્રી, મુલ્ક, સુલ્તાન અને દંગલે જેવી અનેક ફિલ્મો બની અને બોક્સ ઑફિસ ગજવી ગઈ. હવે ફરી પશ્ચિમ યુપીના શહેર બાગપત પર આધારિત ફિલ્મ બાગપત કા દુલ્હાનું મુહૂર્ત મુંબઈમાં સંપન્ન થયું.
ફેમ ફેક્ટરી બેનર હેઠળ બની રહેલી ફિલ્મ બાગપત કા દુલ્હા કૉમેડી ફિલ્મ છે. જેમાં દર્શકોને રોમાન્સ-ડ્રામાની સાથે પશ્ચિમ ઉત્તરપ્રદેશની ભાષા અને સ્થઆનીય ક્લેવર એક સાથે માણવા મળશે. ફિલ્મની મુહૂર્તની સાથે ટીઝર પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ અવસરે ફિલ્મના મુખ્ય કલાકાર જય સિંહ, અમિતા નાંગિયા, પુનીત વશિષ્ઠ, નિર્માત્રી રક્ષા બારિયા, દિગ્દર્શક કરન કશ્યપ સિહત અન્ય કલાકાર કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મનું શૂટિંગ બાગપત ઉપરાંત પ્રયાગરાજ, શિલોંગ (મેઘાલય) ઉરાતં મુંબઈમાં કરાશે. બાગપત કા દુલ્હાથી મૂળ સુરતનો જય સિંહ બૉલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મની વાર્તા અંગે જય જણાવે છે કે, ફિલ્મનું મુખ્ય પા6 શિવ શુક્લનાં લગ્ન અંજલિ સાથે નક્કી થાય છે. પરંતુ સૌથી મજેદાર વાત એ છે કે છોકરા-છોકરીના ઘરવાળા સહિત ખુદ દુલ્હા-દુલ્હન પણ નથી ઇચ્છતા કે તેમનાં લગ્ન થાય. હવે બધાની ના ના વચ્ચે લગ્ન માટે હા થયા છે કે નહીં એ ફિલ્મની ખાસ ફ્લેવર છે જે કૉમિક રીતે આલેખાઈ છે.