જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એવી બદલાનું ગીર ઔકાત રિલીઝ કરાયું,
જબરજસ્ત છે બિગ બીના હિપ હોપ સ્ટાઇલ
પચાસ વરસથી અદાકારીમાં નીતનવા પ્રયોગો કરવા માટે જાણીતા બિગ બી એટલા માટે જ લોકોના દિલમાં વસ્યા છે. પચાસ વરસના પડાવ બાદ અમિતાભે ફરી કંઇક એવું કરી બતાવ્યું છે જે સાંભળી તમે પણ અવાચક રહી જશો. જી, બિગ બી હવે હની સિંહ, રૅપર ડિવાઇનને ટક્કર આપવા માટે હિપ હોપ સ્ટાઇલમાં આવી રહ્યા છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ બદલા માટે મહાનાયકે રૅપ સોંગ ઔકાત ગાયું છે. આ ગીત ઇન્ટરનેટ પર આવતા જ છવાઈ ગયું છે.
પિન્કના બે વરસ બાદ તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચને સ્ક્રીન શેર કરી રહ્યા છે. આવતા અઠવાડિયે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ગયા અઠવાડિયે ફિલ્મના ટ્રેલર અને પહેલાં ગીતે ધૂમ મચાવી હતી અને હવે ફિલ્મનું જોરદાર રૅપ સોંગ ઍકાત ખુદ શહેનશાહ અમિતાભ બચ્ચને ગાયું છે.
ગીતમાં ક્લિન્ટન સિજેરો અને અમિત મિશ્રા અમિતાભને સાથ આપી રહ્યા છે.સિદ્ધાંત કૌશલે લખેલાં ગીતને તૈયાર કરવૈમાં ક્લિન્ટન સિજેરોએ ઘણી જહેમત ઉઠાવી છે.
અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત બદલા 2016માં રિલીઝ થયેલી સ્પેનિશ થ્રિલર ફિલ્મકૉન્ટ્રોટિએમ્પો પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન, 8 માર્ચના ફિલ્મ રિલીઝ થશે.