બૉલિવુડના ખિલાડી અક્ષયકુમાર ગયા વરસે 2.0 જેવી ફિલ્મથી બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી ચુક્યો છે. હવે હોળીના અવસરે એની ફિલ્મ કેસરી રિલીઝ થઈ રહી છે. અનેએવો અંદાજ લગાડાઈ રહ્યો છે કે આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવશે.અક્ષયકુમારની આ મચઅવેટેડ ફિલ્મનો પહેલો રિવ્યુ જાણવા મળ્યો છે. હકીકતમાં બુધવારે સાંજે બૉલિવુડના જાણીતા ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મનો રિવ્ય તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. તરણે એના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું હતું કે, ફિલ્મ જબરજસ્ત છે અને એ સાથે તેમણે ફિલ્મને ચાર સ્ટાર આપ્યા હતા.તરણે વધુમાં લખ્યું હતું કે ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ અધ્યાયને શાનદાર રીતે રજૂ કરાયો છે. રાષ્ટ્રવાદ, દેશભક્તિ, વીરતા… આ બધું કેસરીમાં છે. અક્ષયનો અભિનય જાનદાર છે અને એની કરિયરની બેસ્ટ ફિલ્મમાંની એક છે. અનુરાગ સિંહનું દિગ્દર્શન પણ લાજવાબ છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં બનેલી ફિલ્મમાં અક્ષયની સાથે પરિણીતી ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં છે.