કોઈ પણ ફિલ્મને રિલીઝ કરવા અગાઉ સૌથી મોટું કામ હોય છે એને સેન્સર બોર્ડમાં પાસ કરાવવાનું. ઘણી વાર એવું બને છે કે ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડ એને તુરંત લીલી ઝંડી દાખવે છે તો ઘણીવાર ફિલ્મોને અપાતા કટ એ વાતનો પુરાવો છે કે આપણી ઑડિયન્સ ફિલ્મમોથી કંઇક સારી વસ્તુની અપેક્ષા રાખે છે. તો કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જે દર્શકોની પહોંચથી જાણી જાઈને દૂર રાખવામાં આવે છે અને આ કામ કરે છે સેન્સર બોર્ડ. જી, ઘણી વાર ફિલ્મ સર્જક ફિલ્મોના માધ્યમમાં કંઇક એવું પીરસતા હોય છે જેને સેન્સર બોર્ડ ક્યારેય પાસ કરી શકે નહીં. જોકે નિર્માતાઓ તેમની ફિલ્મને દર્શકો સુધી પહોંચાડવા યુટ્યુબ પર રિલીઝ કરતા હોય છે. આવો આજે આપણે સેન્સરમાં અટવાયેલી એવી પાંચ ફિલ્મોની વાત કરીએ જે હજુ સુધી સેન્સરનો ચક્રવ્યુહ ભેદી શકી ન હોવાથી નિર્માતાએ એને યુટ¬ુબ થકી દર્શકો સુધી પહાંચાડી રહ્યા છે.
કામસૂત્ર ૩-ડી
રૂપેશ પાલ દિગ્દર્શિત ફિલ્મ આમ તો ૨૦૧૩માં રિલીઝ થવાની હતી. પર ફિલ્મમાં કામુક દૃશ્યોની ભરમાર હોવાને કારણે સેન્સર બોર્ડે એના પર બેન મુકી દીધો. ફિલ્મમાં ઘણા ઉત્તેજક સીન હતા. સેન્સર બોર્ડના જણાવ્યા મુજબઆ ફિલ્મ અશ્લીલ અને અનૈતિક હતી. ફિલ્મ યુટ્યુબ પર જોવા મળે છે.
અનફ્રીડમ
બૉલિવુડમાં ભલે સમલૈંગિકતા પર આધારિત ફિલ્મો બનતી હોય, પરતુ સેન્સરે દરેક ફિલ્મને મંજૂરી નથી આપી. સેન્સર બોર્ડે આ ફિલ્મ પર પ્રતિબંધ એટલા માટે મુક્યો છે કે ફિલ્મ બે યુવતીઓ વચ્ચેના સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં એટલા સંવેદનશીલ સીન્સ છે કે એ પરિવાર સાથેબેસીને જોઈ શકાય એવી નથી. ૨૦૧૪માં બનેલી અને રાજ અમિત કુમારે દિગ્દર્શિત કરેલી અનફ્રીડમ પર ભારતમાં પ્રતિબંધ મુકાયો છે.
ઉર્ફ પ્રોફેસર
પંકજ અડવાણીની ઉર્ફ પ્રોફેસર પણએના વલ્ગર કન્ટેન્ટ અને ખરાબ લેન્ગવેજને કારણે બેન થઈ છે. ફિલ્મમાં મનોજ પાહવા, અંતરા માલી અને શર્મન જોશીએ કામ કર્યું છે. ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થવાની હતી.
સિન્સ
આ ફિલ્મ કેરળના એક પ્રીસ્ટ પર આધારિત હતી જેને એક મહિલા સાથે પ્રેમ થાય છે. ફિલ્મમાં અનેક ન્યૂડ સીન પણ છે. ફિલ્મના વિષયને કારણે ઈસાઈ ધર્મમાં ઘણી બબાલ મચી હતી અને સેન્સર બોર્ડે એને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો. જોકે ફિલ્મ યુટ્યુબ પર જોઈ શકાય છે.
પાંચ
અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ પાંચને પણ સેન્સર બોર્ડે બેન કરી છે. આ ફિલ્મ ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૩માં રિલીઝ થવાની હતી. સેન્સર બોર્ડે આ ફિલ્મને સમાજ માટે જોખમી ગણાવી હતી. કે કે મેનન, આદિત્ય શ્રીવાસ્તવ, વિજય મૌર્યા અને તેજસ્વની કોલ્હાપુરે જેવા કલાકાર ધરાવતી ફિલ્મ ક્રાઇમ એડલ્ટ ફિલ્મ છે.