યોગેશ લાખાણીની હાઉસ વૉર્મિંગ પાર્ટીમાં સિતારાઓ ઉમટી પડ્યા

બ્રાઇટ આઉટડોરના યોગેશ લાખાણીએ તેમના મિત્રો, પરિવારજનો અને ફિલ્મ-ટીવીના કલાકારને તેમના નવા ઘર અને દીકરા અનુગ્રહના ત્રીજા જન્મદિવસ નિમિત્તે અંધેરીના રૂનવાલ એલિગન્ટમાં આમંત્ર્યા હતા.

લવરાત્રિ ફિલ્મના હીરોઆયુષ શર્મા ખાસ અભિનંદન આપવા આવ્યો હતો. ઉપરાંત દોસ્તી કે સાઇડ ઇફેક્ટના કલાકાર વિક્રાંત આનંદ, ઝુબેર ખાન, અંજુ જાધવ અને ખુશી આનંદે પણ પાર્ટીમાં હાજરી પુરાવી હતી. તો યોગેશ લાખાણીને વધામણા આપવા આદિત્ય પંચોલી, શેખર સુમન, મધુશ્રી, અનુપ જલોટા, પંકજ બેરી, નંદિની જુમાની, સંદીપ બત્રા, સ્વિટી વાલિયા, જસલીન મથારૂ, ધીરજ કુમાર સહિત અનેક કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Exit mobile version