શનિવારે રાત્રે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ફિલ્મફેર ઍવોર્ડ નાઇટ યોજાઈ હતી. કાર્યક્રમમાં બૉલિવુડના લગભગ તમામ નામી કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે બધામાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં રણવીર સિંહ-દીપિકા પદુકોણ અને રણબીર કપૂર-આલિયા ભટ્ટ. ફિલ્મફેરનો બેસ્ટ એક્ટર મેલ કેટેગરીનો ઍવોર્ડ રણબીર કપૂર લઈ ગયો તો શ્રેષ્ઠ અભિનેત્રીની ટ્રોફી આલિયા ભટ્ટને મળી હતી. જ્યારે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો ઍવોર્ડ રણવીર સિંહને પદ્માવત માટે અપાયો હતો. મજાની વાત એ છે કે રણવીર સિંહને ઍવોર્ડ આપવા માટે એની બેટર હાફ દીપિકા પદુકોણને બોલાવવામાં આવી હતી.
ઘુંટણિયે બેસી રણવીરે દીપિકા પાસે ઍવોર્ડ લીધો
બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો ઍવોર્ડ આપવા દીપિકા પદુકોણ બ્લેક ગાઉનમાં આવી ત્યારે રણવીરે ઘુંટણિયે બેસીને અર્ધાંગિની પાસેથી ઍવોર્ડ સ્વીકાર્યો હતો. દીપિકાએ પણ ઍવોર્ડ આપી રણવીર સિંહને ઑન સ્ટેજ, બધાની ઉપસ્થિતિમાં લિપ કિસ કરી હતી. ત્યાર બાદ બંને સુપરસ્ટાર્સના ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયા.
આલિયાને રણબીર કપૂરે કરી કિસ
રણવીર-દીપિકા બાદ બૉલિવુડની સેન્સેશનલ જોડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ સ્ટેજને રોમાન્સથી ભરી દીધું. ઍવોર્ડ લેવા જઈ રહેલા રણબીરે આલિયાને કિસ કરી તો આલિયાએ પણ સ્ટેજ પર થેન્ક્યુ કહેવાની સાથે પ્રેમનો એકરાર કર્યો હતો.
64મા ફિલ્મફેર ઍવોર્ડ વિજેતાઓ
શ્રેષ્ઠ અભિનેત્રી – આલિયા ભટ્ટ (રાઝી)
શ્રેષ્ઠ અભિનેતા – રણબીર કપૂર (સંજુ)
શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક – મેઘના ગુલઝાર (રાઝી)
બેસ્ટ ડેબ્યુ મેલ – ઈશાન ખટ્ટર (બિયૉન્ડ ધ ક્લાઉડ)
બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ – સારા અલી ખાન (કેદારનાથ)
બેસ્ટ ઍક્શન – વિક્રમ દહિયા અને સુનીલ રોડ્રિગ્ઝ (મુક્કાબાજ)
બોસ્ટ કોરિયોગ્રાફી – કૃતિ મહેશ મિદ્યા અને જ્યોતિ તોમર (પદ્માવતનું ઘૂમર સૉંગ)
બેસ્ટ એડિટિંગ – પૂજા લદ્ધા સુરતી (અંધાધૂન)
બેસ્ટ કોસ્ચ્યુમ – શીતલ શર્મા (મંટો)
બેસ્ટ એક્ટર, શોર્ટ ફિલ્મ – હુસેન દલાલ (શેમલેસ)
બેસ્ટ એક્ટર ફીમેલ, શોર્ટ ફિલ્મ – કીર્તિ કુલહારી (માયા)
બેસ્ટ સિનેમેટોગ્રાફી – પંકજ કુમાર (તુમ્બાડ)