લૉકડાઉન દરમ્યાન રાજુ રહિકવાર (જુનિયર શાહરૂખ ખાન)ને એક મિમિક્રી આર્ટિસ્ટનો ફોન આવ્યો અને માત્ર 500 રૂપિયા માગ્યા, રાજુએ તુરંત એને પૈસા મોકલી આપ્યા. ઇન્ડસ્ટ્રીના આવા તો કેટલાય કલાકારો હતા જેઓ આર્થિક તંગી અનુભવી રહ્યા છે. કોરોનાના કટોકટીકાળમાં બૉલિવુડના અનેક સ્ટાર્સ જરૂરિયામંદોને સહાય કરવા આગળ આવ્યા હતા.જુનિયર શાહરૂખને પણ સલમાન ખાન તરફથી ત્રણ હજાર રૂપિયા, અમિતાભ બચ્ચન (1500 રૂપિયા અને બિગ બજારની કુપન), સિન્ટા અસોસિયેશન (4000 રૂપિયા અને બિગ બજારની કુપન), અક્ષય કુમાર (3000 રૂપિયા)ની સહાય મળી. જોકે રાજુએ આ તમામ સહાય જરૂરિયાતમંદ લૂક અલાઇક્સને વહેચી દીધી.
રાજુ રહિકવાર જરૂરિયાતમંદ કલાકારોને રેશન કિટ વહેંચી રહ્યો હોવાની વાત લગભગ દરેક કલાકાર સુધી પહોંચી. આને પગલે એક મહિલા કલાકારનો ફોન આવ્યો અને રડતા રડતા કહ્યું કે કામ નથી ત્યાં સુધી જો અનાજ મળી જાય તો એનો પરિવાર ભૂખ્યો ન રહે. રાજુએ મહિલા કલાકારને આશ્વાન આપ્યું કે કંઇક બંદોબસ્ત કરશે. અને રાજુએ તુરંત એના મિત્ર સુભાષ દવેને ફોન કર્યો અને તકલીફમાં મુકાયેલા લૂકઅ લાઇક્સ, મ્યુઝિશિયન્સ, સિગર, મિમિક્રી આર્ટિસ્ટ, સ્પૉટ બૉય્ઝ, કેરેક્ટર આર્ટિસ્ટ, ડબિંગ આર્ટિસ્ટ, મેક-અપ આર્ટિસ્ટ સહિત અન્ય જરૂરિયાતમંદને રેશન કિટ જેવી જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવી જરૂરી હોવાનું જણાવ્યું. સુભાષ દવેએ તેમના સહયોગી ઉમેશ કોઠારી, હેતલ બિલ્ડર્સ સાથે ચર્ચા કરી રેશનની કિટ રાજુને પહોંચાડી. રાજુ પાસે જરૂરિયાતમંદ કલાકારની યાદી તૈયાર હોવાથી એ તુરંત મિત્રની કાર લઈ બધાના ઘરે કિટ પહોંચાડવા નીકળી પડ્યો.
આ વાતની જાણ થતાં ફૂડ ડ્રાઇવ, દીપક માંગે, મધુ મંગલ પ્રભુના સીએસએચએસ ફાઉન્ડેશન, ફૈયાઝ શેખના ઝીલ એજ્યુકેશનલ એન્ડ વેલફેર ટ્રસ્ટ જેવા અનેક દાતાઓ તરફથી રેશન કિટ મળી જેકલાકારોને પહોંચાડવામાં આવી. આ કાર્યમાં રાજેશ મલાયા, રફિક શેખનો પણ પૂરો સહયોગ મળ્યો.
રાજુ રહિકવારે જણાવ્યુ કે આ કાર્ય મેં પ્રસિદ્ધિ માટે નહીં પણ આવા કપરા કાળમાં પણ જરૂરિયાતમંદ મારા કલાકાર ભાઇઓના પરિવાર માટે કર્યું છે. હજુ પણ જરૂર પડી તો હું દાતા પાસે હાથ લંબાવવામાં પાછી પાની નહીં કરૂં. એ સાથે જેમણે મારા પર વિશ્વાસ મુકી રેશન કિટ આપી છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને જેમણે મારા કલાકાર ભાઈઓ માટે સહાયનો હાથ લાંબો કર્યો છે તેમના કોઈ પણ સોશિયલ શો, બર્થ-ડે પાર્ટી, વેડિંગ કે કોર્પોરેટ શો વિનામૂલ્ય કરીશ. એ સાથે હું તમામ લોકોને વિનંતી કરીશ કે તેઓ કલાકારને સહાય કરવા માગતા હોય તો તેઓ timeworldentertainment@gmail.com પર સંપર્ક કરી શકે છે.