કોર્પોરેટ અને બૉલિવુડમાં આઉટડોર પબ્લિસિટી માટે પ્રખ્યાત ડૉક્ટર યોગેશ લાખાણી હવે એક નવા ફિલ્ડમાં એન્ટ્રી કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ટ્રાવેલ બેગની બ્રાન્ડ ૨-સ્ટ્રેપ હસ્તગત કરી છે. આ અંગે જણાવતા તેઓ જણાવે છે કે, તાજેતરમાં અમે ૨-સ્ટ્રેપ બ્રાન્ડ હસ્તગત કરી છે. બ્રાન્ડ ૨-સ્ટ્રેપ હસ્તગત કરવા પાછળનો અમારો મકસદ નવી ફૅશનની સાથે પરવડી શકે એવી કિમતવાળા પ્રોડGટ આપવા. બ્રાન્ડનું સ્લોગન જીવન યાત્રા સાથે સંકળાયેલું છે, અહીં આપણે બધા યાત્રી છીએ અને યાત્રા કરતી વખતે આપણને જરૂરી ચીજા એમાં મુકીએ છીએ. દરેક વય જૂથમાં યાત્રાનો અલગ અલગ અર્થ થાય છે. બાળક તરીકે આપણે પુસ્તકો લઈ સ્કૂલમાં જતા હોઇએ છીએ. કૉલેજકાળ દરમ્યાન માત્ર પુસ્તકો જ નહીં, ફૅશન-પર્સનાલિટીની ચીજા સાથે રાખતા હોઇએ છીએ. તો કામધંધે જતી વખતે આપણે જરૂરી સામાનને સાથે લઈ જઇએ છીએ જે અનુભવે આવે છે. અને અમે ૨-સ્ટ્રેપ સાથે એ યાત્રાનો હિસ્સો બનવા માગીએ છીએ.

ટ્રાવેલર્સ ફૅશન પ્રાઇવેટ લિમિટેડએ ઇન્દોર સ્થિત કંપની બ્રાન્ડ કન્સેપ્ટ્સ લિમિટેડ (બીસીએલ) સાથે સહયોગ કર્યો છે. આ કંપની ભારતીય બજાર માટે ટામી હિલફિગર અને ગ્લોબલ દેશી જેવી વિભિન્ન ભારતીય અને વિદેશી બ્રાન્ડ્સના લાઇસંસ ધરાવે છે. ટ્રાવેલર્સ ફૅશન બીસીએલ સાથે પશ્ચિમ ભારતમાં આ બ્રાન્ડ્સને લગેજ અને એસેસરીઝ ફિલ્ડમાં પ્રમોટ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here