ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ એક પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને એના સંલગ્ન યુનિયનો ઇમ્પા, આઈએફટીપીસી, ગિલ્ડ, ડબલ્યુઆઈએફપીએ અને ઝી ટીવી, કલર્સ, સ્ટાર ટીવી તથા સોની ટીવી સાથે ઑનલાઇન મીટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મીટિંગમાં નિર્માતાઓ અને બ્રૉડકાસ્ટર્સની સાથે તમામ પ્રકારના નફા-નુકસાની અંગે વાતચીત થશે. પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ જણાવાયું છે કે જ્યાં સુધી સરકાર કે સૂચના અને પ્રસારણ મંત્રાલય સ્વાસ્થ્ય સંબંધી ગાઇડલાઇન જારી નહીં કરે ત્યાં સુધી શૂટિંગ શરૂ કરી શકાશે નહીં.

આ મીટિંગ થયા બાદ આગળની રણનીતિ બનાવવામાં આવશે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના મુખ્ય સહલાહકાર અશોક પંડિતના જણાવ્યા મુજબ લૉકડાઉન બાદ શૂટિંગ શરૂ થાય અને મજૂર અને તમામ ટેક્નિશિયન કામ પર પાછા ફરે, ફેડરેશન ઇચ્છે છે કે શૂટિંગ દરમ્યાન મજૂરો અને ટેક્નિશિયનોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગેના તમામ નિયમો અમલમાં મુકાય અને તેમના આર્થિક હિતોનું પણ ધ્યાન રાખવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here