બાલાજી ટેલિફિલ્મ્સની માલિક અને ડેલી સૉપ ક્વીન એકતા કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. ટ્વીટર પર શેમઑનએકતાકપૂર હૅશટૅગ થઈ રહ્યું છે. એકતા કપૂર વિરૂદ્ધ લાખો હૅશટૅગ અત્યાર સુધીમાં લાખો ટ્વીટ અને રીટ્વીટ થયા છે. હવે સવાલ એ ખડો થાય છે કે આખરે એકતાને ટ્રોલ કરવાનું કારણ છે શું? શું કામ લોકો સોશિયલ મીડિયા પર એકતા કપૂરનો ક્લાસ લઈ રહી છે?

હકીકતમાં એકતા કપૂરે પવિત્ર રિશ્તા નામે એક ફંડ શરૂ કર્યું છે જે મેન્ટલ હેલ્થ માટેની જનજાગૃતિ માટે ઉપયોગમાં લેવાશે. એકતાએ આ ફંડના પોસ્ટર પર સુશાંત સિંહ રાજપુતના ફોટાનો ઉપયોગ કરવાની સાથે એની નીચે ફંડ રેઝરનો સંદેશ મુક્યો છે. બસ, આજ કારણસર એકતાને લોકો ટ્રોલ કરી રહ્યા છે. તેમનું કહેવુમ છે કે સુશાંતના ચહેરાનો ઉપયોગ કરી એનો ધંધો કરી રહી છે.

યુઝર્સે લખ્યું છે કે મૃત્યુ બિઝનેસ કરવા માટે નથી હોતું. એક યુઝરે લખ્યું કે, એકતા કપૂર માટે મૃત્યુ એ બિઝનેસ છે. તો અન્ય એકે લખ્યું કે, લોકો કેટલા નીચલી કક્ષાએ જઈ શકે છે, ન્યાય માટે અવાજ નથી ઉઠાવતા પણ ભીખમાં પૈસા માંગી રહ્યા છે. જ્યારે એક યુઝરે તો આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, શું એકતા એમ કહેવા માંગે છે કે સુશાંત સિંહ માનસિક રીતે બીમાર હતો? તમે કોણ છો એકતા? ડૉક્ટર કે રિયાના સંબંધી?

આવા ઢગલાબંધ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં એકતા દ્વારા બનાવાયેલા પોસ્ટરનો વિરોધ થઈ રહ્યો છે. એક યુઝરે એકતાને પૂછ્યું હતું કે આ ફંડ રેઝર શરૂ કરવા પહેલાં સુશાંતના પરિવારની પરવાનગી લીધી હતી? હજુ તપાસ પૂરી થઈ નથી ત્યારે તમે કેવી રીતે એને આપઘાતનો કેસ કહી શકો છો.

સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોઈ એકતાએ આખરે આજે (બુધવાર, 19-8-20) પવિત્ર રિશ્તા ફંડ રેઇઝરમાંથી વેગળા થવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here