દિલ્હી ક્રાઇમના સર્જકો સાથે મળીને અભય દેઓલે નિર્મિત કરેલી આગામી ફિલ્મ વૉટ્સ આર ધ ઑડ્સ? હવે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મની એસ્ક્લુઝિવ ડિજિટલ રિલીઝ અભય દેઓલ પ્રેઝન્ટ્સ બેનર હેઠળ હવે 20 મે 2020ના નેટફ્લિક્સ પર થશે. મજાની વાત એ છે કે ફિલ્મમાં અભય દેઓલે રૉકસ્ટારની ભૂમિકા ભજવી છે.

વૉટ્સ આર ધ ઑડ્સ? મેઘા રામસ્વામિ દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં યશસ્વિની ડાયમા મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ અગાઉ યશસ્વીએ ફોબિયા, ડિયર જિંદગી, મેઇડ ઇન હેવન, દિલ્હી ક્રાઇમ અને કરણવીર બોહરામાં પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરી છે. ઉપરાંત કબિર ખાનની અમેઝોનની સિરીઝ ધ ફર્ગોટન આર્મી તથા નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ સિલેક્શન ડેમાં જોવા મળી હતી. ફિલ્મમાં મોનિકા ડોગરા, પ્રિયંકા બોઝ, મનુશ્રી અને સુલભા આર્ય જેવા કલાકારો પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here