અલ્ટ બાલાજી એની આગામી સિરીઝ ટ્રિપલ એક્સ અનસેન્સર્ડના બીજી સીઝનના બે એપિસોડના ટ્રેલર રિલીઝ કર્યા બાદ 10 એપ્રિલે બંને એપિસોડ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યું છે. આ સિરીઝમાં નાના પરદાના અનેક નામી કલાકારો નજરે પડશે. રિલીઝ થનારા બે એપિસોડમાં ગરિમા સિંહ પણ જોવા મળશે. ગરિમાએ અગાઉ બાલાજીની ગંદી બાત સિરીઝ કરી હતી. ઉપરાંત સિરીઝમાં સ્પ્લિટ્સ વિલામાં નજરે પડેલા આકાશ ચૌધરીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

અલ્ટ બાલાજીએ ટીઝર શેર કરતા લખ્યું હતું કે, ઘર બેઠા કોઈ અક્સાઇટમેન્ટ જોઇએ, ફિકર નોટ, કારણ અમે તમારા માટે લાવ્યા છીએ બે સિઝલિંગ એપિસોડ્સ.

આ સિરીઝના અમુક એપિસોડ અગાઉ રિલીઝ થઈ ચુક્યા છે. દર્શકો નવા એપિસોડ 10 એપ્રિલથી ઝી5 અને અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ કરી શકશે.

ટ્રિપલ એક્સ અનસેન્સર્ડની પહેલી સીઝનમાં ટેલિવુડના જાણીતા કલાકારો અંકિત ગેરા, પ્રિયંકા તાલોડકર અને અપર્ણા શર્મા કામ કરી ચુક્યા છે. પહેલી સીઝનમાં અલગ અલગ વાર્તાઓ દર્શાવાઈ હતી એ રીતે બીજી સીઝનમાં પણ દરેક એપિસોડમાં અલગ વાર્તા જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here