કુદરતના સાંન્નિધ્યમાં રહેવાનો અનન્ય અવસર

વાચક મિત્રો,

આપની માનીતી વેબસાઇટ ફિલ્મી ઍક્શન વિવાન્ત રિટ્રીટ, ઇગતપુરીના સહયોગમાં આપના માટે એક અનોખી કોન્ટેસ્ટ લઈને આવી છે. કોન્ટેસ્ટના વિજેતાને મળશે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આવેલા રમણીય હિલ સ્ટેશન ઇગતપુરીના કુદરતી સૌંદર્યના સાન્નિધ્યમાં આપના પ્રિય સાથીદાર સાથે લક્ઝુરિયસ વિવાન્ત રિટ્રીટમાં બે દિવસ અને એક રાત્રિનું હૉલિડે પેકેજ.

અને એ માટે આપે માત્ર પાંચ સરળ સવાલોના જવાબ (વેબ સાઇટમાં પ્રસિદ્ધ થયેલા લેખમાંથી મળી શકશે) આપવાની સાથે ફિલ્મી ઍક્શન વેબસાઇટને તમારા સોશિયલ મીડિયા હેન્ડલ (ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-ટ્વીટર) પર શેર કરવાનું ફરજિયાત છે. સાચો જવાબ આપનાર એક વિજેતાને મળશે બે દિવસ અને એક રાત્રિનું કપલ હૉલિડે પેકેજ.

પ્રશ્નો

  • રવિન્દ્ર દવેએ પહેલી ફિલ્મનું દિગ્દર્શન કર્યું ત્યારે તેમની ઉંમર કેટલી હતી?
  • નૂતનને ચમકાવતી રવિન્દ્ર દવેની એડલ્ટ ફિલ્મ કઈ?
  • બૉલિવુડના ક્યા દિગ્ગજ દિગ્દર્શકને અભિનેતા તરીકે ચમકાવ્યા?
  • હિન્દી ફિલ્મોના ક્યા પાર્શ્વગાયકને સંગીતકાર તરીકે મોકો આપ્યો?
  • રવિન્દ્ર દવેની પહેલી ગુજરાતી ફિલ્મનું નામ?

નિયમો

–    સ્પર્ધામાં ફિલ્મી ઍક્શનના પરિવારના સભ્યો ભાગ લઈ શકશે નહીં.

–    સ્પર્ધકોએ તેમના જવાબ 16 મે 2019ના રાત્રે 10 વાગ્યા સુધીમાં મોકલવાના રહેશે. સ્પર્ધકે પ્રશ્નના જવાબ સાથે તેમનું નામ, સરનામુ, વોટ્સઍપ નંબર, ઇ-મેલ એડ્રેસ મોકલવું જરૂરી છે.

–   એક કરતાં વધુ વિજેતા હશે તો લોટરી સિસ્ટમથી વિજેતા જાહેર કરાશે અને નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.

–  વિજેતાએ પોતાના ખર્ચે ઇગતપુરી આવવા-જવાનું રહેશે.

– વિજેતાએ પ્રતિદિન, વ્યક્તિદીઠ 800 રૂપિયા ફૂડના ચુકવવાના રહેશે. ફૂડ પેકેજમાં સવાર-બપોરનો ચા-નાસ્તો તથા લંચ-ડિનર આપવામાં આવશે. (ફૂડ પેકેજ ફરજિયાત છે)

–  વિજેતાને એસએમએસ – વોટ્સએપ-ઇ-મેલથી જાણ કરવામાં આવશે.

– વિજેતાએ એનું ઓળખપત્ર (આઈ-કાર્ડ) સાથે રાખવું ફરજિયાત છે.

– સમયમર્યાદા બાદ મળેલા જવાબોને ગણતરીમાં લેવાશે નહીં.

 

આપના જવાબ 8369167323 પર વોટ્સઍપ એસએમએસ દ્વારા અથવા filmyactions@gmail.com પર ઇ-મેલથી મોકલી આપવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here