થોડા દિવસ પહેલાં ન્યુઝ આવ્યા હતા કે વિકી કૌશલે યુવાન ઉધમ સિંહ દેખાવા માટે ૧૩ કિલો જેટલું વજન ઉતાર્યું હતું. વજન ઉતારવા એણે કેટલી જહેમત ઉઠાવી,  કેટલો ભોગ આપ્યો એના ન્યુઝ વાચી યુવાવર્ગ વિકી પર ફિદા થઈ ગયો હતો. એણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઉધમ સિંહનો જુવાનીનો પિરિયડ પરદા પર ઉતારવા વજન ઘટાડ્યું છે. વજન ઘટાડવા વર્ક આઉટ કરવાની સાથે ખાણીપીણી પર પણ ભારે કન્ટ્રોલ રાખ્યો હતો. આમ તો ફૂડી તરીકે વિખ્યાત વિકીએ એના મનપસંદ પંજાબી ફૂડને પણ હાથ લગાવ્યો નહોતો.

શૂજિત સરકાર દિગ્દર્શિત સરદાર ઉધમ સિંહના ૨૫ દિવસના શૂટિંગ શિડ્યુલ માટે વિકી હાલ અમૃતસરમાં છે. શૂટિંગ શરૂ કરવા અગાઉ વિકીએ સિખોના પવિત્રધામ ગણાતા  સ્વર્ણ મંદિરે જઈ માથુ ટેકવ્યું હતું. રોની લાહિરી અને શીલ કુમાર દ્વારા સન ફિલ્મ્સ પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી સરદાર ઉધમ સિંહ ૨ ઓક્ટોબર ૨૦૨૦ના રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here