બૉલિવુડ માટે આરતી નાગપાલનું નામ અજાણ્યું નથી, કદાચ ઢોલિવુડ માટે અજાણ્યું લાગે પણ આરતી નાગપાલ એટલે ગુજરાતી ફિલ્મની ટોચની અભિનેત્રી દીપ શિખાની બહેન. આરતીએ મહિલાઓના શોષણ જેવા વિષય પર ધ્યાનાકર્ષક ફિલ્મ એબ્યુઝ બનાવી હતી. જેની કથા-દિગ્દર્શન અને અભિનય જેવી ત્રિવિધ જવાબદારી સંભાળી હતી. આ ફિલ્મ માટે આરતીને દાદાસાહેબ ફાળકે ગૉલ્ડન કેમેરા ઍવોર્ડની નવાજવામાં આવી હતી. જોકે આજકાલ એ એક અંગ્રેજી મ્યુઝિક વિડિયોને કારણે ચર્ચામાં છે. શુક્રવારે આરતીએ એના દીકરા વેદાંત નાગપાલના પહેલા મ્યુઝિક આલ્બમ એલિફન્ટ હેડને રિલીઝ કર્યું હતું. મુંબઈના બિઝનેસ હબ બાન્દ્રા કુર્લા કામ્પ્લેક્ષ ખાતે આવેલા અને નાઇટ લાઇફના શોખીનોના માનીતા ઇલ્યુમનેટી રેસ્ટો બારમાં બૉલિવુડની સેલિબ્રિટીઓની ઉપિસ્થતિમાં આલ્બમ લૉન્ચ કરાયું હતું.

આરતી નાગપાલનો દીકરો વેદાંત મનોરંજનની દુનિયામાં અક્સ સ્ટુડિયો પ્રસ્તુત એલિફંન્ટ હેડ આલબમથી એન્ટ્રી કરી રહ્યો છે. વેદાંતે એના પહેલા જ આલબમમાં સંગીતકાર, ગીતકાર, એડિટર, રેપરની સાથે વીએફએક્સ અને નિર્માણ પણ કર્યું છે. આલબમમાં આરતી નાગપાલ ઉપરાંત વેદાંત અને અનન્યા શર્માએ કામ કર્યું છે.

પહેલા આલબમને કારણે ઉત્સાહિત વેદાંતે જણાવ્યું કે, એક વાર ગણપતિ વિસર્જન દરમ્યાન ટ્રાફિકમાં ફસાયો હતો ત્યારે મેં આ ગીત લખ્યું હતું. ગીતના હાર્દમાં છે ગણપતિ આજે હોત તો શું વિચારતા હોત? હિન્દીને બદલે અંગ્રેજીમાં ગીત લખવા અંગે વેદાંતે જણાવ્યું કે હું દિલથી વિચારવાની સાથે લખતો હોઉં છું. બીજું, અંગ્રેજીમાં મારી ભાવનાઓને સારી રીતે વ્યક્ત કરી શકું છે.

વેદાંત નાગપાલ એટલે ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારથી એટલે કે ૧૯૨૨થી અભિનય ક્ષેત્રે એન્ટ્રી કરનારા કલાકાર વિઠ્ઠલદાસના પ્રપૌત્ર. વિઠ્ઠ્લભાઈએ અભિનય ઉપરાંત તેઓ ફિલ્મના નિર્માતા, સંગીતકાર, ગીતકાર પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here