વેલેન્ટાઇન ડેને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ એક એવો દિવસ છે જેમાં માત્ર પ્રેમની જ  પરિભાષા બોલાતી હોય છે. વેલેન્ટાઇન ડે નિમિત્તે હિન્દી સહિત અનેક ભાષામાં લવ સોંગ રિલીઝ થતાં હોય છે. પણ ગુજરાતીમાં વેલેન્ટાઇન ડે સોંગનું ચલણ પ્રમાણમાં ઓછું છે ત્યારે ગાયિકા – સંગીતકાર પ્રિયા સરૈયા એક મજેદાર લવ સોંગ સાઈબો રે લઈને આવ્યા છે જેમાં તેમને સાથ મળ્યો છે ગુજરાતીના મશહૂર ગાયક કીર્તિદાન ગઢવીનો. આ મજેદાર ગીતને રિલીઝ કર્યું છે ટિપ્સ ગુજરાતીએ. કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાનું  “સાઇબો રે” શાશ્વત પ્રેમની ભાવના વ્યક્ત કરે છે. જોકે આ ગીત ગમગિનીનો પણ અહેસાસ કરાવે છે.

ટિપ્સ ગુજરાતીના કુમાર તોરાની કહે છે કે, “એવાં કેટલાંક ગીતો હોય છે જે અજરામર થવા સર્જાય છે અને સાઇબો મારો આમાંનું ગીત છે. જ્યારે આવું ગીત સાંભળીએ છીએ ત્યારે કોઈના જીવનની ગમગીની લઈને નથી આવતું પણ તમને ફરી નવપલ્લવિત કરે છે. “સાઈબો રે” આવી જ એક મેલડી છે જે જૂની અને નવી પેઢીના શ્રોતાઓને પસંદ પડશે.

પ્રિયા સરૈયા માટે તો સાઇબો મારો એક સપસાકાર થયેલું સપનું છે. પ્રિયા કહે છે કે, કીર્તિદાન ગઞવી સાથે ગીત ગાવાની ઘણા સમયથી ઇચ્છા હતા જે સાઇબો મારાને કારણે પૂરી થઈ. તમને નવાઈ લાગશે પણ ગીત રિલીઝ થવાની સાથે જ હજારો લોકોના લાઇક્સ આવવા લાગ્યા. તમે કદાચ નહીં માનો પણ કીર્તિદાન ગઢવી લાઇવ શોમાં ગાતા હોય ત્યારે શ્રોતાઓ ઝૂમી ઉઠે છે.