બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત બંદિશ બેન્ડિટ્સ સીરિઝનું ટ્રેલર તાજેતરમાં વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું. છેલ્લા થોડા દિવસોથી આ સિરીઝની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સંગીતની પાર્શ્વભૂમિ પર આધારિત એક મજેદાર લવસ્ટોરી છે બંદિશ બેન્ડિટ્સ.

એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી આ સિરીઝ મ્યુઝિકલ ડ્રામા છે. થોડા દિવસ અગાઉ સિરીઝનું ટીઝર લૉન્ચ થયા બાદ હવે દર્શકોની ઉત્સુકતામાં ઓર વધારો થયો છે. એમેઝોન પ્રાઇમે ટ્રેલરનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

દસ ભાગની સિરીઝમાં એક પૉપ સિંગર અને દાદાજીને પગલે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં કંઇક બનવાનો પ્રયાસ કરનાર ગાયક વચ્ચેની મજેદાર પ્રેમકથા દર્શાવવામાં આવી છે. પાશ્ચાત્ય અને શાસ્ત્રીય સંગીતના બે સિતારા વચ્ચેના પ્રેમ-તકરાર અને વિરહની વાત બંદિશ બેન્ડિટ્સમાં આલેખવામાં આવી છે.

૪ ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ વિડિયો પર લૉન્ચ થઈ રહેલી બંદિશ બેન્ડિટ્સમાં રિતિક ભૌમિક અને શ્રેયા ચૌધરી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે છે નસીરૂદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, કુણાલ રૉય કપૂર, શીબા ચઢ્ઢા અને રાજેશ તેલંગ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here