તાજેતરમાં સૈફ અલી ખાનની નાગા સાધુની ભૂમિકાવાળી ફિલ્મ લાલ કપ્તાનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં ચોકલેટી સૈફનો લૂક ખૂંખાર લાગી રહ્યો છે. ટ્રેલરમાં ખતરનાક દેખાતા સૈફની સાથે ટ્રેલરના બેકગ્રાઉન્ડમાંથી આવતા એક ફીમેલ વૉઇસે બધાને અચંબિત કરી દીધા.

અવાજ પરથી લાગી રહ્યું છે કે સૈફ સાથે બૉલિવુડની અદાકારા સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. સલમાન ખાનની આ ફેવરિટ અભિનેત્રી લાલ કપ્તાનમાં કેમિયો કરતી જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શકે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે સોનાક્ષીની ભૂમિકા ભલે નાની હોય પણ પાત્ર ઘણું મહત્ત્વનું છે.

દિગ્દર્શક નવદીપ સિંહે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ એક ખાસ સ્પેશિયલ અપિયરન્સ છે. હું કોઈ એવી અભિનેત્રીને લેવા માંગતો હતો જે પોતાનો પ્રભાવ દાખવી શકે. કોઈ એવી અભિનેત્રી જેની પાસે સ્ટાર ક્વૉલિટીની સાથે અપીલિંગ પણ હોય. સોનાક્ષી સિન્હા આ કિરદારમાં બરોબર ફિટ બેસે છે. હું એના પાત્રને એક રહસ્ય તરીકે છોડીશ. હું માત્ર એટલું જ કહી શકીશ કે એ ફિલ્મમાં સૌથી ગ્લેમરસ છે. હું પહેલા કદી સોનાક્ષીને મળ્યો નહોતો પણ કામ કરવાની ઘણી મજા પડી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here