આજકાલ બૉલિવુડની અભિનેત્રી અને ફિટનેસ ગુરુ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનું નામ અશ્લીલ વિડિયો બનાવવાની સાથે રિલીઝ કરવાના ગુનામાં બહાર આવતા મુંબઈ પોલીસે એની ધરપકડ કરી છે. આ મામલે આજે શિલ્પા શેટ્ટીની પણ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. મુંબઈ પોલીસ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ રાજ કુન્દ્રાની પૂછપરછ કરશે એવું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યા મુજબ રાજના લીક થયેલા વૉટ્સઍપ ચૅટ થકી જાણવા મળ્યું કે અશ્લીલ વિડિયો બનાવી શિલ્પા પતિ રાજ મહિને કરોડો રૂપિયાની કમાણી કરતો હતો. પોલીસની કાર્યવાહી બાદ રાજ કુન્દ્રા અશ્લીલ વિડિયો બનાવતો હોવાની જાણ થઈ. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કરોડો રૂપિયા કમાનાર રાજ કુન્દ્રા કંઈ પહેલી વ્યક્તિ નથી. આજે બૉલિવુડ અને હૉલિવુડમાં કામ કરતા અમુક એવા પણ કલાકારો છે જેમણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે. આમાંથી અમુકે નામ બદલીને કામ કર્યુ છે તો કોઈએ છડેચોક પોર્ન ફિલ્મોમાં કામ કર્યું છે.
પોર્ન ઇન્ડસ્ટ્રીની વાત આવે એટલે ભારતીયોની નજર સમક્ષ સૌથી પહેલું નામ સની લિયોનીનું આવશે. વિદેશમાં ઉછરેલી સનીએ વાયા બિગબૉસ બૉલિવુડમાં પદાર્પણ કર્યું એ અગાઉ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. મજાની વાત એ છે કે વિશ્વ વિખ્યાત પોર્ન સ્ટાર હોવા છતાં ભારતીય દર્શકોએ એને આવકારી.
સની લિયોની બાદ પશ્ચિમની પોર્ન ઇન્ડસ્ટ્રીની જાણીતી સ્ટાર મિયા માલ્કોવાએ પણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ નજર દોડાવી. મિયાએ રામ ગોપાલ વર્માની ગૉડ, સેક્સ એન્ડ ટ્રુથ ફિલ્મ દ્વારા બૉલિવુડમાં એન્ટ્રી કરી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે રૅમ્બો ફૅમ સિલ્વેસ્ટર સ્ટેલોન એની કરિયરની શરૂઆતમાં પોર્ન વિડિયોમાં કામ કરી ચુક્યો છે. જોકે હૉલિવુડમાં પદાર્પણ કર્યા બાદ રૅમ્બો ફિલ્મે સમગ્ર વિશ્વમાં ટિકિટબારી છલકાવી દીધી હતી. મજાની વાત એ છે કે સિલ્વેસ્ટરે હિન્દી ફિલ્મ કમબખ્ત ઇશ્કમાં કરીના કપૂર સાથે કામ કર્યું હતું.
હૉલિવુડના જ એક જાણીતા કલાકાર અને માર્શલ આર્ટના માસ્ટર એવા જૅકી ચૅન ફિલ્મો માટે સ્ટ્રગલ કરતા ત્યારે આજીવિકા માટે અશ્લીલ ફિલ્મોમાં કામ કર્યુ હતું. આ બાબતની જાણકારી ખુદ જૅકીએ એક મુલાકાતમાં આપી હતી. બૉલિવુડનાં જાણીતા કલાકારો સોનુ સૂદ અને મલ્લિકા શેરાવત જૅકીની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ભારતમાં પણ જૅકી ચૅનનો બહોળો ચાહક વર્ગ છે.