મૂળ અમદાવાદના પણ હવે મુંબઈમાં રહેતા નિર્માતા હિતેન્દ્ર કાપોપરાએ તેમનો નવો મ્યુઝિક વિડિયો મિલોના તુમને લૉન્ચ કરવા ધમાકેદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ટીના આહુજાના પિતા અને બૉલિવુડના એક સમયના સુપરસ્ટાર ગોવિંદાએ ખાસ હાજરી આપી હતી. આલબમના ગાયક-સંગીતકાર છે ગજેન્દ્ર વર્મા. આલબમમાં ટીના આહુજા મનમોહક અંદાજમાં ગજેન્દ્ર વર્મા સાથે જોવા મળશે. ટીનાના પિતા અને બૉલિવુડના એક સમયના સુપરસ્ટાર ગોવિંદા પોતે આલબમની રિલીઝ ઇવેન્ટમાં દીકરીને આશીર્વાદ આપવા ઉપિસ્થત રહ્યો હતો.

ગીત જોવા લિન્ક પર ક્લિક કરો

https://youtu.be/pv6W3RJB918

આ પ્રસંગે ગોવિંદાએ જણાવ્યું કે, ગાયક-સંગીતકાર ગજેન્દ્ર શર્મા અને નિર્માતા હિતેન્દ્ર કાપોપરાને હું ઘણા સમયથી ઓળખું છું. મને ખબર હતી કે આ પ્રોજેક્ટ ઘણો સારો બનશે, પણ મેં આજે વિડિયો જોયો અને હું એના પર ફિદા થઈ ગયો.

વિડિયો આંતરરાષ્ટ્રીય દરજ્જાનો છે અને એના નિર્માણમાં હિતેન્દ્રએ કોઈ કચાશ છોડી નથી. એક પિતા તરીકે નહીં પણ ફિલ્મી કલાકાર તરીકે કહી રહ્યું છું કે ટીના આલબમમાં ઘણી સુંદર લાગી રહી છે અને પર્ફોર્મ પણ સારૂં કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here