બાગી ટાઇગર શ્રોફ એની ફિટનેસ અને જબરજસ્ત બૉડી માટે જાણીતો છે. ટાઇગર પણ અવારનવાર એના ફોટો અને વિડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે. શનિવારે પણ ટાઇગરે એક વિડિયો શેર કર્યો જેમાં ટાઇગર બંને હાથે ડંબેલ્સ ઉચકતો નજરે પડે છે.

ડંબેલ્સ ઉંચકતી વખતે ટાઇગરની બૅક બૉડી જાઈ લોકો ઘણા ઇમ્પ્રેસ થયા અને વિડિયો પર અનેક જણે કોમેન્ટ પણ કરી. લોકોએ લખ્યું ટાઇગરના આગળ પણ સિક્સ પૅક અને પાછળ પણ. તાજેતરમાં ટાઇગરે એક ન્યુઝ એજન્સીને આપેલી મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે એને જેકી શ્રોફના દીકરા હોવાનો ગર્વ છે, પણ એ એટલી મહેનત કરવા માંગે છે કે લોકો એના પિતાને ટાઇગર શ્રોફના પિતા તરીકે ઓળખે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા બાદ ટાઇગર માટે મોટી ચેલેન્જ હતી કે સ્ટારકિડથી અલગ ઓળખ બનાવે.

ટાઇગરે જણાવ્યું હતું કે, હું હંમેશ મારા પિતા, તેમની હાજરી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના પ્રભાવથી પરિચીત હતો. એટલે એમનાથી અલગ ઓળખ બનાવવી મારા માટે પડકારરૂપ હતું. પણ હવે હું એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય કે મેં મારા પિતાના નામનો ઉપયોગ કર્યા વિના મારી ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યો છું. અને મને એવું નથી લાગતું કે દર્શકોએ મને એટલા માટે અપનાવ્યો કે હું જેકી શ્રોફનો દીકરો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here