બાહુબલી ફૅમ પ્રભાસ અને દીપિકા પદુકોણ તાનાજી ધ અનસંગ વૉરિયરના દિગ્દર્શક ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરૂષમાં સાથે જોવા મળશે. એનો પહેલો લૂક હાલ રિલીઝ કરવામાં આવ્યો. પ્રભાસે એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટર શેર કરવાની સાથે પ્રભાસે લખ્યું હતું કે બુરાઈ પર ભલાઈનો ઉત્સવ મનાવતા. જોકે ફિલ્મના પ્રભાસના લૂક અંગે હજુ સુધી જાણકારી આપવામાં આવી નથી પણ એવું કહેવાય છે કે પ્રભાસ આદિપુરૂષની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતે જણાવ્યું કે, ફિલ્મ થ્રી-ડી ઍક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મને  હિન્દી-તેલુગુમાં બનાવવામાં આવશે. ઉપરાંત તમિલ, મલયાલમ, કન્નડ ઉપરાંત અનેક વિદેશી ભાષાઓમાં ફિલ્મને ડબ કરાશે. ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવાની યોજના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here