દેશભરમાં કોરોના વાઇરસ કરતા એનો ડર એટલો વધુ ફેલાયો છે કે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. ઘરમાં બેસીને કરવું શું એ ચિંતા તેમને સતાવી રહી છે. જોકે ઘરમાં બેસીને બોર થવાને બદલે એન્જોય કરવાનો મજેદાર રસ્તો છે. તાજેતરમાં રિલીઝ થયેલી વિવિધ વિષય ધરાવતી વેબ સિરીઝ માણવાનો. હમણા એવી વેબ સિરીઝ આવી છે જે તમારો મૂડ બદલી નાખશે. ચાલો, જોઇએ મૂડને સપ્તરંગી બનાવતી આ સિરીઝ કઈ છે.

મેન્ટલહૂડ

લોલો એટલે કે કરિશ્મા કપૂરે જેનાથી કમબેક કર્યું એ અલ્ટ બાલાજીની મેન્ટલહૂડ સિરીઝ તમારા મનને પ્રફુલ્લિત કરી દેશે. કરિશ્માની કમબેકવાળી સિરીઝને દર્શકો દિલ ખોલીને વખાણી રહ્યા છે.

ગિલ્ટી

કિયારા અડવાણી સ્ટારર વેબ સિરીઝ ગિલ્ટી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ વેબ સિરીઝનું જૉનર સસ્પેન્સ થ્રિલર છે. એમાંય કિયારાના દમદાર અભિનય અને રૂંવાટાં ખડા કરી દે એવા કથાનકને કારણે સિરીઝ ઘણી રોચક બની છે.

અસુર

અરશદ વારસી અભિનીત વેબ સિરીઝ અસુર પણ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર ડ્રામા છે. વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના ગૂંચવાડા પર આધારિત વેબ સિરીઝ વૂટ પર સ્ટ્રીમ થઈ રહી છે.

ભૌકાલ

એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી ભૌકાલ તમે ઘરે બેસીને મોજથી જોઈ શકો છો. એટલું જ નહીં, સિરીઝ જોતા હશો એટલો સમય કોરોના તમને યાદ પણ નહીં આવે.સિરીઝના દસ એપિસોડ તમને તમારી જગ્યાએથી હટવા નહીં દે.

મિસિસ સિરિયલ કિલર

જેક્લીન ફર્નાન્ડીઝ સ્ટારર વેબ સિરીઝ મિસિસ સિરિયલ કિલર નામ પરથી જ ખ્યાલ આવી જાય કે એ સસ્પેન્સ થ્રિલર હશે. એના તમામ એપિસોડ તમને જકડી રાખશે.

કૉડ એમ

ટીવી સ્ટાર જેનિફર વિન્ગેટની વેબ સિરીઝ કૉડ એમ પણ દર્શકોને ઘણી પસંદ પડી રહી છે. આ વેબ સિરીઝ અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થઈ રહી છે.

નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ

નકુલ મહેતા અભિનીત નેવર કિસ યોહ બેસ્ટ ફ્રેન્ડ વેબ સિરીઝ યુવાનોને પસંદ પડે એવી છે. આજ નામની બેસ્ટ સેલર નોવેલ પર આધારિત આ સિરીઝ યંગ જનરેશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે.

સ્પેશિયલ ઓપ્સ

ભારતના સંસદ ભવન પર કરાયેલા આતંકવાદી હુમલા પર આધારિત આ સિરીઝ ઍક્શનની સાથે દેશદાઝ ધરાવનાર તમામને પસંદ પડશે. હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી વેબ સિરીઝ તમામ વયજૂથના દર્શકોને પસંદ પડી રહી છે.