ફીચર ફિલ્મોની ચમકદમકમાં અનેક જોવા-માણવા અને સમજવા લાયક શોર્ટ ફિલ્મ માત્ર ફેસ્ટિવલ પૂરતી મર્યાદિત રહી જતી. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયઈ રહ્યો હોય એવું લાગી રહ્યુ છે. લોકો શોર્ટ ફિલ્મો પણ જોતા થયા છે અને મીડિયામાં પણ એની નોંધ લેવાઈ રહી છે. અગાઉ ગણ્યા ગાંયા નિર્માતા શોર્ટ ફિલ્મ બનાવતા હતા. પરંતુ આજે, શોર્ટ ફિલ્મોની એક સમાંતર ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે. માત્ર હિન્દી કે અંગ્રેજીમાં જ નહીં ગુજરાતી, મરાઠી જેવી પ્રાદેશિક ભાષામાં પણ શોર્ટ ફિલ્મો બની રહી છે અને અનેક ફેસ્ટિવલમાં માન-અકરામ પણ મેળવી રહી છે.

તાજેતરમાં વલસાડ જિલ્લાના નારગોલ ખાતે ફિલ્માવાઈ રહેલી શોર્ટ ફિલ્મ ‘લાઇફ’ના દિગ્દર્શક જીતેન પરીખે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, સાત મિનિટની ફિલ્મમાં જીવનની કડવી વાસ્તવિકતાને વણી લેવાનો પ્રયાસ કર્યો છે. આ દુનિયામાં જન્મ લીધા બાદ એ વ્યક્તિ ક્યારેય પોતાના માટે જીવી શકતો નથી. બાળપણ ભણવા-રમવામાં ક્યાં વીતી જાય છે એની જાણ પણ થતી નથી. જુવાની પરિવારની જવાબદારી નિભાવવામાં વીતી જાય છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં જિંદગી જીવવા જેવી રહેતી નથી. બધા માટે જીવતી વ્યક્તિ પોતાના ભાગીની જિંદગી જીવી શકતો નથી. પણ ક્યારેક ક્યારેક ચમત્કાર પણ થતા હોય છે…

અગાઉ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તસવીર કા દૂસરા રૂખ નામની શોર્ટ માટે અવૉર્ડ મેળવી ચુકેલા જિતેન પરીખે જણાવ્યું કે લાઇફને પણ ભારત ઉપરાંત વિદેશમાં યોજાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પર્ધાત્મક કેટેગરીમાં મોકલવામાં આવશે. ફિલ્મમાં અમદાવાદના કલાકાર નિસર્ગ ત્રિવેદી સાથે બાળકલાકાર મંથન કામ કરી રહ્યા છે.

RIPL પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત લાઇફના નિર્માતા છે રાજેશ રૂપારેલ અને નેહા રૂપારેલ. ફિલ્મની વાર્તા ગુજરાતી-હિન્દી સિરિયલ, ફિલ્મોના જાણીતા લેખક અશોક ઉપાધ્યાયે લખી છે. બૉલિવુડના જાણીતા ડીઓપી સચિન નારકર ફિલ્મને કચકડે કંડારી છે અને એડિટર છે ચૈતન્ય તન્ના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here