બૉલિવુડની જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિમાં નેટફ્લિક્સે અનુરાગ કશ્યપ, સૈયમી ખેર અને રોશન મૅથ્યુની સાથે ચૉક્ડના પ્રીમિયરનું આયોજન કર્યું હતું. પ્રીમિયરમાં અનિલ કપૂર, તાપસી પન્નુ, વિકી કૌશલ, ઝોયા અખ્તર, વિશાલ ભારદ્વાજ, કલ્કી કોચલીન, રાધિકા આપ્ટે, ફરહાન અખ્તર, ગીથુ મોહનદાસ, શબાના આઝમી, જાવેદ અખ્તર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

ચૉક્ડ : પૈસા બોલતા હૈમાં ઑફિસ અને ઘર વચ્ચે સંતુલન જાળવતી મજબૂત મનોબળ ધરાવતી મધ્યમવર્ગીય મહિલાના સંઘર્ષની વાત છે, જેના જીવનમાં અચાનક ધનની વર્ષા થાય છે, અને એ પણ અણધાર્યા સમયે અને સ્થળે. ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક છે અનુરાગ કશ્યપ અને સહનિર્માતા છે ધ્રુવ જગાસિયા. મુખ્ય કલાકારો છે સૈયમી ખેર, રોશન મૅથ્યુ. ચૉક્ડ : પૈસા બોલતા હૈ 5 જૂનથી નેટફ્લિક્સ પર જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here