લૉકડાઉનના ચાર મહિનાના બ્રેક બાદ બેલ બૉટમની ટીમ શૂટિંગ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા લંડન જવા રવાના થઈ હતી. ફ્લાઇટ માટે જઈ રહેલા અક્ષય કુમાર, નિર્માતા જૅકી ભગનાની, દીપશિખા દેશમુખ, લારા દત્તા, હુમા કુરેશી અને દિગ્દર્શક રંજિત એમ. તિવારી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા.

હકીકતમાં અક્ષય કુમારે તેમની ફિલ્મ બેલ બૉટમ આ વરસે 15 ઓગસ્ટો રિલીઝ કરવાની યોજના બનાવી હતી. પણ હવે અક્ષય એની સ્પાય ફિલ્મને 2 એપ્રિલ 2021ના રિલીઝ કરવાની યોજના બનાવી છે.

રંજિત એમ. તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, દીપિકા દેશમુખ, મોનિશા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણી કરી રહ્યાં છે. અક્ષય કુમાર ફિલ્મમાં જાસીસનું પાત્ર ભજવી રહ્યા છે અને ફિલ્મની વાર્તા 70-80ના દાયકાની છે. દિગ્દર્શકના જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તા સત્યઘટનાઓ પર આધારિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here