યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નક્શની ભૂમિકા ભજવી લોકપ્રિયતાની ટોચે પહોંચેલા રોહન મેહરાએ લાલ ઇશ્કમાં પણ પોતાની અભિનય પ્રતિભા વડે દર્શકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું. હવે એ રિયાલિટી શો ઝલક દિખલા જા ઉપરાંત હાલ અલ્લાદ્દીનમાં જાસ્મીનની મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અવનીત કૌર રામજી ગુલાટીના આગામી સિંગલ તરસે યે નૈનામાં રોમાન્સ કરતા નજરે પડશે.

બૅબી ડૉલ, ચિટ્ટિયાં કલઇયાં, સૂરજ ડૂબા હૈ જેવા લોકપ્રિય ગીતોના રચયિતા એવા બૉલિવુડના ફિલ્મફેર ઍવોર્ડ વિજેતા ગીતકાર કુમારે લખેલાં ગીતને આનંદ વાજપેયીએ ગાયું છે.

ઝી મ્યુજિક દ્વારા રિલીઝ થનારાં સિંગલ તરસે યે નૈનાન ધમાકેદાર લૉન્ચિંગ પાર્ટી શુક્રવારે યોજાઈ હતી. આ પ્રસંગે બંને કલાકાર ઉપરાંત પ્રિયાંક શર્મા, સમીર સોની, કાંચી સિંઘ, મહિમા મકવાણા, પ્રેમલ પારેખ, હેલી શાહ સહિત અનેક કલાકાર કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here