ગડા ઇલેક્ટ્રોનિક્સમાંથી મોબાઇલ ફોનની જથ્થાબંધ ખરીદી કરનાર રાજકારણી સેવકલાલના ઇરાદા શંકાસ્પદ હોવાનું જણાતા જેઠાલાલ અને તારક મહેતાએ ગોકુળધામવાસીઓની એક ઇમર્જન્સી મીટિંગ બોલાવી. મીટિંગમાં સેવકલાલનું સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી થયું. સેવકલાલના પક્ષના કાર્યકર્તાઓ ઝૂપડપટ્ટીના રહેવાસીઓને મળવા જઈ રહ્યા હતા. ગોકુળધામવાસીઓએ ત્રણ ગ્રુપ બનાવ્યા અને તેઓ પણ ઝૂપડાવાસીઓ હોય તેમ સ્લમ વિસ્તારમાં પહોંચી ગયા.

સ્ટિંગ ઓપરેશનનો જબરજસ્ત પ્લાન બનાવ્યો હતો. પોપટલાલ અને સોઢીએ ચૂંટણી કમિશનરના અધિકારીઓને પણ જાણ કરી હતી જેથી સેવકલાલના ભ્રષ્ટ ઇરાદાઓને નજરોનજર નિહાળી શકે. તો બીજી બાજુ જેઠાલાલ પણ પાંચ હજાર મોબાઇલ ફોનની ડિલિવરી કરવા સ્લમ વિસ્તાર તરફ જવા રવાના થાય છે.

સ્ટિંગ ઓપરેશન કરવા પહોંચેલા ગોકુળધામવાસીઓ સેવકલાલ ઝૂપડાવાસીઓને ફોન આપી મતદારોને રીઝવી રહ્યા હતા એ મોબાઇલમાં શૂટ કરી રહ્યા હતા ત્યારે નેતાજીના કાર્યકર્તાઓએ પકડી પાડ્યા.

ગોકુળધામવાસીઓને સેવકલાલના માણસોએ પકડી પાડતા જેઠાલાલ ધ્રુજી ઉઠ્યા. હવે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here