ભર ઉનાળે ગોકુલધામ સોસાયટીમાં પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે. ન્હાવાધોવાની વાત તો બાજુ પર પીવાના પાણીના પણ વાંધા પડી રહ્યા છે. ત્રસ્ત ગોકુલધામવાસીઓ અંતે નિર્ણય કરે છે કે જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી બધા સગાસંબંધી કે મિત્રોને ત્યાં રહેવા જશે. જોકે જેઠાલાલ હોટેલમાં રહેવા જશે જ્યારે બાપુજી તેમના મિત્રને ત્યાં જવાનું નક્કી કરે છે. બબિતા અને ઐયર પણ હોટેલમાં જવાનો પ્લાન બનાવે છે. બધા સામાન પેક કરીને કમ્પાઉન્ડમાં આવે છે અને અચાનક… ધોધમાર વરસાદ તૂટી પડે છે. પહેલા વરસાદને જોઈ બધા ઝૂમી ઉઠે છે અને મસ્તી ટાઇમ શરૂ થાય છે.

જોકે વરસાદ પડવાને મતલબ એવો નથી કે પાઇપ લાઇનમાં પાણી આવશે. શું ચોમાસા દરમ્યાન પાઇપ લાઇનનું રિપેરિંગ થઈ શકશે? અને ગોકુલધામ વાસીઓ પાછા તેમના ઘરે ક્યારે ફરશે એવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here