આ અઠવાડિયે જ ટીઆરપી ચાર્ટમાં ટૉપ-5 શોમાં પાછી એન્ટ્રી કરનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. લક્ષણો નજરે પડતા આસિત મોદીએ કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ આસિત મોદીએ પોતાને આઇસોલેટ કર્યા છે. આ બાબતની જાણકારી આપતા નિર્માતાએ તેમના સંપર્કમાં આવેલા તમામને સાવચેતીના પગલાં તરીકે કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

આસિત મોદીએ તેમના ટ્વીટર દ્વારા જાણકારી આપતા જણાવ્યું કે, કોવિડ-19ના અમુક લક્ષણો જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો અને મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલ આઇસોલેશનમાં છું. એ સાથે વિનંતી કરૂં છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેત રહે અને કોવિડ-19 અંગેના તમામ પ્રોટોકોલ ફોલો કરે.

એ સાથે તેમના ચાહકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આપ સર્વે મારી ચિંતા કરતા નહીં. આપ સર્વેના પ્રેમ, પ્રાર્થના અને આશીર્વાદથી વહેલી તકે સાજો થઈ જઈશ. આપ મસ્ત અને સ્વસ્થ રહો.

તાજેતરમાં જ 45મા અઠવાડિયાની બીએઆરસીની ટીઆરપી રિપોર્ટ આવ્યો જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટૉપ-5માં સામેલ થયો છે. આના આગલા અઠવાડિયે શો આ યાદીમાં સામેલ નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here