સુસ્મિતા સેન ડિજિટલ ડેબ્યુ કરી રહી છે અને એની પહેલી સિરીઝ આર્યાનું ટ્રેલર રિલીઝ થયું છે. હૉટસ્ટારની ઓરિજિનલ સિરીઝમાં સુસ્મિતા અનેક મુસીબતોનો સામનો કરતી જોવા મળશે.

આ થ્રિલર વેબ સિરીઝમાં સુસ્મિતા સેન આર્યા નામની મહિલાનું પાત્ર ભજવી રહી છે જે એના પતિ અને બાળકો સાથે રહેતી હોય છે. આર્યાને જાણ નથી કે એનો પતિ ગેરકાનૂની એવા ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે. આર્યા માટે તો એના પરિવારમાં જ એની દુનિયા સમાયેલી છે. એવામાં એના પતિ પર હુમલો થાય છે ત્યારે એને હકીકતની જાણ થાય છે. આ ઘટના બાદ આર્યા તમામ બાબતો પોતાના હસ્તક લેવી પડે છે. ટ્રેલરમાં સુસ્મિતાના અનેક રૂપ જોવા મળે છે. એક મા કેવી રીતે પોતાના પરિવારને બચાવવા માટે પોતાના તેવર બદલે છે.

વેબ સિરીઝમાં સુસ્મિતા સેન સાથે ચંદ્રચુડ સિંહ, સિકંદર ખેર, નમિત દાસ, એલેક્સ ઓનીલ, મનીષ ચૌધરી, વિર્તી વાઘાણી, વિરેન વઝિરાની સહિત અન્ય કલાકારો જોવા મળશે. સિરીઝનું દિગ્દર્શન કર્યું છે સોનમ કપૂરની નિરજા ફિલ્મ ફેમ રામ માધવાણીએ. આર્યા 19 જૂનથી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

સુસ્મિતા સેન 10 વરસ બાદ વેબ સિરીઝ આર્યાથી કમબેક કરી રહી છે. એણે છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ કરી હતી. જોકે 2015માં સુસ્મિતાએ એક બંગાળી ફિલ્મમાં કામ કર્યું હતું ખરૂં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here