સુશાંત સિંહ રાજપુતના મૃત્યુને દોઢેક મહિનો થવા આવ્યો છે. મુંબઈ પોલીસ હજુ સંબંધિતોની પૂછપરછ કરી રહી છે ત્યારે સુશાંતના પિતા કે. કે. સિંહે પટના પોલીસમાં રિયા ચક્રવર્તી અને એના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમાચાર હજુ શાંત નથી થયા ત્યાં સુશાંત સિંહના ફોરેન્સિક તપાસનો વિડિયો લીક થતાં ભારે ઉહાપોહ મચ્યો છે.

પોસ્ટમોર્ટમનો લીક થયેલો વિડિયો અંગ્રેજી ન્યુઝ ચૅનલ ટાઇમ્સ નાઉ પર દર્શાવવામાં આવતા ભારે ઉહાપોહ મચી ગયો છે. વિડિયોમાં એક ઓફિસર કહી રહ્યો છે કે, વિડિયો લીક ન થવો જોઇએ નહીં તો આપણી તપાસ બરબાદ થઈ જશે.

સુશાંતના મૃત્યુ બાદ એના મૃતદેહના અનેક ફોટોગ્રાફ્સ અને વિડિયો લીક થયા હતા. હવે ફોરેન્સિક તપાસનો વિડિયો વાયરલ થયો છે.

સુશાંત સિંહની બહેન શ્વેતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ન્યાયની માંગણી કરી છે. સુશાંતના પિતાએ આક્ષેપ કર્યો છે કે રિયાએ એમના દીકરાના પૈસા પર કબજો જમાવ્યો હતો. એ સાથે એની મેડિકલ હિસ્ટ્રી લીક કરવાની ધમકી આપી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here