જેઠાલાલના ઘરે કોઈ અજાણી વ્યક્તિએ સવારે ફોન કરી ડીનર માટે આવી રહ્યા હોવાનું જણાવ્યું અને સાંજે તો તેઓ જેઠાલાલના ઘરે પણ પહોંચી ગયા. માસ્ક પહેરી આવેલી બે વ્યક્તિ કોણ હશે એ અંગે સૌને કુતુહલ હશે. આ વાત બે દિવસ અગાઉ જણાવી ચુક્યા છે. પણ ફિલ્મી ઍક્શનને જાણવા મળ્યુ છે કે આ બે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ટપુડાના સર્જક અને ગુજરાતીના અગ્રણી હાસ્ય લેખક તારક મહેતાનાં પુત્રી ઇશાની શાહ તેમના પતિ સાથે જેઠાલાના ઘરે સરપ્રાઇઝ વિઝિટે આવ્યા હતાં.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોમાં એન્ટ્રી કરી રહેલાં ઇશાની શાહે જણાવ્યું કે, આ શો લાગણીઓની સાથે ભાવનાત્મક રીતે સંકળાયેલો છે. હું આસિતભાઈની આભારી છું કે મારા પિતાનું નામ દુનિયાભરના ઘરોમાં ગૂંજતું કર્યું. બ્રાન્ડ નેમ તારક મહેતાને જે રીતે દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે એ જોઈ ભાવવિભોર થવાની સાથે ગર્વની લાગણી અનુભવી રહી છું. અહીં, ગોકુલધામ પરિવાર સાથે ઘણી મોજ કરી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here