કેટરિના કૈફ અને અક્ષયકુમાર હાલ તેમની ફિલ્મ સૂર્યવંશીના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે બંનેનો ટૉવેલવાળો પોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ પોઝ પર કામેડિયન સુનીલ ગ્રોવરે ઘણી મોજ માણી. અક્ષયકુમાર અને કેટરિના કૈફ સ્ટારર આ ફિલ્મમાં અક્ષયનું સૌથી હિટ ગીત ટિપ ટિપ બરસા પાનીને રીક્રિએટ કરાયું છે. આ ગીતના ઘણા ફોટોગ્રાફ્સ કેટરિનાએ શેર કર્યા છે. પરંતુ સુનીલે જે ફોટો અપલોડ કર્યો છે એ જોઈ તમે હસ્યા વગર નહીં રહી શકો.

તાજેતરમાં કેટરીનાએ અક્ષય સાથેનો એક ફોટો શેર કરી હલચલ મચાવી દીધી. ફોટોમાં બંને કલાકારો માથા પર ટૉવેલ વીંટાળેલા એકબીજા સાથે નજરે પડી રહ્યા છે. હવે ફરી એક વાર કેટરીના કૈફે એક ફોટો એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કર્યો છે. જોકે આ વખતે અક્ષયકુમારને બદલે કૉમેડિયન સુનીલ ગ્રોવર છે.

સુનીલનો ફોટો પણ અક્ષય-કેટની જેમ બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્ટરવાળો છે. ફોટો અપલોડ કરવાની સાથે કેટરીનાએ લખ્યું હતું, સુનીલ ગ્રોવરે મારી ટૉવેલ સીરિઝથી ઇન્સ્પીરેશન લીધું છે.

અક્ષયકુમાર અને કેટરીના કૈફ ટૂંક સમયમાં રિલીઝ થનારી રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ સિંઘમ અને સિમ્બાની જેમ કૉપ ડ્રામા સીરિઝનો હિસ્સો છે. અક્ષયકુમાર એમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. ફિલ્મ ૨૭ માર્ચ ૨૦૨૦ના રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here