રેસ્ટોરેટર રાયન અને કીનન થામે તેમના અંગત મિત્ર અને વૉર ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદને સરપ્રાઇઝ આપવા માંગતા હોય તેમ તેમના કમલા મિલ ખાતે આવેલા રેસ્તોરાં કોકોમાં ગ્રૅન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. અને ઉજવણી કેમ ન થાય? સિદ્ધાર્થની ફિલ્મ વૉર ફિલ્મે ત્રણસો કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું હોય તો પાર્ટી તો બનતી હૈ ભાઈ! ફિલ્મની સફળતાને માણવા હૃતિક રોશન, વાણી કપૂર, અને ટાઇગર શ્રોફ દિશા પટની સાથે હાજર રહ્યો હતો.
૨ ઓક્ટોબરે રિલીઝ થયેલી વૉર ફિલ્મે વરસની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. વૉર આ વરસની પહેલી ફિલ્મ છે જેણે ત્રણસો કરોડનો આંકડો પાર કર્યો હોય. જો ઓવરસીઝ બિઝનેસને પણ ગણવામાં આવે તો ફિલ્મનો કુલ બિઝનેસ ૪૫૦ કરોડને પાર કરી ગયો છે.