બૉલિવુડના ભાઈજાન સલમાન ખાન બૉક્સ ઑફિસ પર છવાયેલો છે. એવામાં સલમાનનો એક જબરજસ્ત સ્ટંટ વિડિયો લોકોને ક્રેઝી બનાવી રહ્યો છે. આમ તો સલ્લુની દરેક સ્ટાઇલ લોકોને પસંદ પડતી હોય છે. પણ સલમાન ખાનના સ્વિમિંગ પૂલવાળા ખતરનાક સ્ટંટને લોકોને એટલો પસંદ પડી રહ્યો છે કે થોડા કલાકમાં જ લાખો લોકો એ જાઈ ચુક્યા છે.

સલમાન ખાને એના સોશિયલ મીડિયા અકાઉન્ટથી આ વિડિયો શેર કરી ફરી એકવાર પોતાના ચાહકોના દિલ જીતી લીધા છે. વિડિયોને અત્યાર સુધીમાં ૪૫ લાખ કરતા વધુ વ્યુઝ મળી ચુક્યા છે. વિડિયોની વલાત કરીએ તો એમાં સલમાન રિવર્સ જંપ કરી પૂલમાં ડાઇવ કરી રહ્યો છે. વિડિયોના બેકગ્રાઉન્ડમાં સુલ્તાન ફિલ્મનું જગ ઘુમયા વાગી રહ્યું છે. આ ડાઇવને બૅકફ્લિપ ડાઇવ પણ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here