એલાઇડ બ્લેન્ડર્સ ઍન્ડ ડિસ્ટિલર્સે મ્યુઝિક ઇન્ડિયાના સહયોગમાં સ્ટર્લિંગ રિઝર્વ મ્યુઝિક પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. ભારતના સંગીતના ઉભરતી પ્રતિભાને શોધવા, તેમની કલાને નિખારવા અને તેમને પ્રોત્સાહન આપતું આ પહેલું પ્લેટફોર્મ છે.

ટર્ફ ક્લબ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્ટર્લિંગ રિઝર્વ મ્યુઝિક પ્રોજેક્ટ અંતર્ગત ઉભરતા કલાકાર આર. એસ. ચૌહાણનું યોયો જેમાં વિખ્યાત પંજાબી રૅપર ઇક્કાની સાથે જાણીતા મ્યુઝિક પ્રોડ્યુસર ઋષિ રિચ નજરે પડે છે. આ સિંગલ ઓરિજિનલ કમ્પોઝિશન છે જેમાં એક જાણીતા સિંગરે નવોદિત કલાકારના હુનરને નિખાર્યું છે.

કાર્યક્રમ દરમ્યાન યુનિવર્સલ મ્યુઝિક ઍન્ડ ઈએમઆઈ મ્યુઝિક ઇન્ડિયા ઍન્ડ સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ દેવરાજ સાન્યાલે જણાવ્યું કે દેશના કોઈ પણ ખૂણે વસતો કલાકાર, જો પ્રતિભા ધરાવતો હશે તો સ્ટર્લિગ રિઝર્વ મ્યુઝિક પ્રોજેક્ટ એને એક પ્લેટફોર્મ પૂરૂં પાડશે જેથી એની કલાને દુનિયા પિછાણી શકે.

અનુષ્કાનું પર્ફોર્મન્સ જોવા ક્લિક કરો

//youtu.be/raR2MOkuDsM

કાર્યક્રમમાં સ્ટર્લિંગ દ્વારા પ્રોજેક્ટ કરાયેલા પ્રતિભાશાળી કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું જેમાં અનુષ્કાએ હિયર મી, લેફ્ટ ટર્ન બૅન્ડ દ્વારા દિલ મેરા અને અરૂણાજે બ્રોકેન ટ્રેક્સની રજૂઆત કરી હતી. જ્યારે ચોથો ટ્રેક હતો યોયો જે આર. એસ. ચૌહાણ અને ઈક્કા દ્વારા રજૂ કરાયો.

અરૂણાજેનું બ્રોકેન સાંભળવા લિન્ક પર ક્લિક કરો

//youtu.be/454xAmTFQLg

સ્ટર્લિંગ રિઝર્વ મ્યુઝિક પ્રોજેક્ટ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક માટે ભારતનું પહેલું પ્લેટફોર્મ છે અને એનો ઉદ્દેશ ભારતમાં મ્યુઝિક ટેલેન્ટ માટે સૌથી મોટા ઇન્ક્યુબેટર બનવાનો છે. પ્રોજેક્ટ દ્વારા આગામી બે વરસમાં પાંચ સુપ્રસિદ્ધ કલાકારો અને 15 નવી પ્રતિભાઓ દ્વારા 20 ટાઇટલ્સનું નિર્માણ કરવાનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here